Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સરદાર સરોવર ડેમની સપાટી વધી

સરદાર સરોવર ડેમની સપાટી વધી
નર્મદાઃ , બુધવાર, 4 મે 2016 (13:29 IST)
આ વર્ષના ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં ઉનાળામાં પાણીની અસહ્ય તંગી વર્તાઈ રહી છે ત્યારે સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી એક અઠવાડિયાથી સતત વધારો જોવા મળ્યો છે અને એટલે કે પાણીની સપાટી લગભગ 6 ફૂટ ઉપર વધી ગઈ છે. અને ગુજરાતમાં પાણીની તંગીને પહોચી વળવા માટે નર્મદા ગુજરાતની જીવાદોરી છે, તેમ કહિએ તો ખોટું નથી. આ વર્ષનો ઉનાળો ખૂબ આકરો રહ્યો છે. પાણીના કારણે દેશના અનેક રાજ્યો સહિત ગુજરાતમાં પણ પાણીની તંગી પડી રહી છે ત્યારે નર્મદા ડેમના ઉપરવાસના ડેમોમાંથી પાણીની આવક વધવાના કારણે નર્મદા ખાતે પાણીનું જળ સ્તર ઝડપથી વધી રહ્યું છે. અને આજના ડેમ ઈજનેરોના કહેવા મુજબ ડેમની સપાટી અઠવાડિયા પહેલા 115.93મીટર હતી જેમાં આજે 24 કલાકમાં લગભગ 2 મીટર જેટલો વધારો થતા સપાટી 117.61 મીટરે પહોચી છે. હાલમાં નર્મદા ડેમમાંથી મુખ્ય કેનાલમાં પાણી છોડાય રહ્યું છે ડેમના ઉપરવાસના ઓમકારેશ્વર અને ઇન્દિરા સાગર ડેમ માંથી પાણીની આવક આવતા આજે વધીને 35000 કયુસેક થઇ છે. પાણીની આવક વધવાના કારણે અને નર્મદા ડેમની જળસપાટી બે મીટર જેટલી વધતા અઠવાડિયા પહેલા નર્મદા ડેમના ઉપરવાસમાં સરદાર સરોવરમાં 900.1 મિલિયન ક્યુબીક મીટર પાણી લાઈવ સ્ટોરેજ થઇ રહ્યું છે. હાલ નર્મદા ડેમમાં દર કલાકે 2 સે.મીનો વધારો થતા નિગમના ઇજનેરો દ્વારા કહેવા મુજબ આજે ડેમમાં જે પાણી છે તે ગુજરાતને પીવા માટે અને સિચાઈ માટે 3 વર્ષ સુધી ગમે તેટલો દુકાળ પડે તો પણ પહોચી વળાય તેમ તેમનું કહેવું છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

જયપુરનો બોબ બ્લાસ્ટનો આરોપી પાલનપુરથી ઝડપાયો