શું આનંદીબેનને હવે પંજાબના રાજ્યપાલ બનાવવામાં આવશે ?
, મંગળવાર, 2 ઑગસ્ટ 2016 (00:01 IST)
ગુજરાતના મુખ્યપ્રધાન આનંદીબેન રાજીનામું આપવાની કરેલી જાહેરાત બાદ તેઓ ગુજરાતના રાજ્યપાલને મળવા માટે પહોંચ્યા હતા.ત્યારે તેમને પંજાબના ગવર્નર બનાવવામાં આવે તેવું ભાજપના અંગત સૂત્રો સૂચવી રહ્યાં છે. જ્યારે ગુજરાતના નવા મુખ્યમંત્રી માટે પાર્ટી અધ્યક્ષ અમિત શાહ 4થી ઓગસ્ટે મિટિંગ કરશે.આનંદીબેનના પત્ર અંગે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, આનંદીબેન પટેલ પર કોઇ જાતનું દબાણ કરવામાં આવ્યું નહોતું. નવી પેઢીને ચાન્સ મળે તે માટે તેમણે હાઇકમાન્ડને જવાબદારી મુક્ત કરવાની ભલામણ કરી હતી. આગામી દિવસોમાં નેતૃત્વ પરિવર્તન થશે. રૂપાણી આનંદીબેનની જાહેરાત બાદ સીએમને મળવા માટે દોડી ગયા હતા. ભાજપના અંદરના સુત્રોએ વધુમાં કહ્યું હતું કે ભાજપના હાઈકમાન્ડે આ અંગે અગાઉથી જ નક્કી કર્યું હતું કે ગુજરાતમાં પાટીદાર આંદોલન અને ત્યારબાદ તાજેતરમાં થયેલા દલિત આંદોલનના પગલે આગામી વિધાનસભા ચુંટણીમાં ભાજપની મુશ્કેલીઓ વધે તેમ હતી. તેથી આનંદીબહેન પટેલે સામેથી રાજીનામું આપીને ભાજપની મુશ્કેલીઓ આસાન કરી દીધી છે.તેમજ નવા નેતૃત્વને પણ રાજ્યની સ્થિતિ સમજવા માટેની સમય આપ્યો છે. આ અગાઉ પણ આનંદીબહેન પટેલે સ્પસ્ટ કર્યું હતું કે વર્ષ ૨૦૧૭ની ચૂંટણીમાં તેવો નેતૃત્વ નહીં કરે.
આગળનો લેખ