Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

વિજ ચાર્જમાં ઘટાડો કરાયો,ત્રણ મહિના માટે ઘટાડો લાગુ રહેશે

વિજ ચાર્જમાં ઘટાડો કરાયો,ત્રણ મહિના માટે ઘટાડો લાગુ રહેશે
અમદાવાદ, , મંગળવાર, 19 જુલાઈ 2016 (12:50 IST)
વીજ બીલમાં કરવામાં આવેલા બેફામ વધારા બાદ આજે રાજ્યના ઉર્જામંત્રી સૌરભ પટેલ ત્રણ મહિના માટે ત્રણ મહાનગરોની જનતા માટે રાહતના સમાચાર આપતા વીજ દરોમાં ઘટાડાની જાહેરાત કરી હતી. અમદાવાદ, સુરત અને ગાંધીનગરમાં વીજળી દરમાં આજે ઘટાડાની જાહેરાત કરી હતી. અગામી ત્રણ મહિલા જૂલાઇ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિના સુધી વીજ દરમાં પ્રતિ યુનિટ પચાસ પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે. આ અંગે વાત કરતા રાજ્યના ઉર્જામંત્રી સૌરભ પટેલે દાવો કર્યો હતો કે, કેન્દ્ર સરકારની નીતિના કારણે ગ્રાહકોને ફાયદો થશે. 

ઉલ્લેખનીય છે કે, અમદાવાદ, સુરત અને ગાંધીનગરમાં વીજ પ્રોવાઇડર કંપની દ્વારા ગ્રાહકોને બેફામ રીતે લૂંટવામાં આવી રહ્યાં છે. જેને લઇને સરકારમાં વારંવાર રજૂઆત કરવામાં આવી હતી. જેના પરિણામ સ્વરૂપ ગુજરાત વીજ નિયમન પંચે ગ્રાહકોન રાહતરૂપ ચુકાદો આપ્યો હતો. ટોરેન્ટ પાવર લિમીટેડ કંપનીને વાર્ષિક રેગ્યુલેટરી ચાર્જ પેટે યુનિટ દીઠ ૪૫ પૈસાનો વધારો વસૂલ કરવાનો અગાઉ જર્ક દ્વારા હુકમ થયો હતો. જેને
ગ્રાહકમંડળોએ પજકારતા આખરે રેગ્યુલેટરી ચાર્જમાં પંચે અમદાવાદમાં ૨૮ પૈસાનો અને સુરતમાં ૨૭ પૈસાનો કાપ મુક્યો હતો. નવા હુકમ દ્વારા ટોરેન્ટ કંપનીને હવે યુનિટ દીઠ અમદાવાદમાં ૧૮ પૈસા અને સુરતમાં ૧૭ પૈસા રેગ્યુલેટરી ચાર્જ વસુલ કરી શકશે. ટોરેન્ટ કંપનીને પહેલા રૂ.૪૦૭.૫૦ કરોડ મળવાના હતા અને નવા હુકમને પગલે કંપનીને રૂ.૧૯૨.૫૦ કરોડ મળી શકશે. જેના કારણે કંપનીને રૂ.૨૦૦ કરોડનો નફો ઘટશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

શંભુપ્રસાદ ટુંડિયાએ ઉનાની ઘટનાને વખોડી કાઢી આરોપીઓ સામે તાત્કાલિક પગલાં ઉઠાવવા માંગ કરી