Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

રાજ્યના ૮૩ તાલુકાઓમાં વરસાદ : રાજ્યનો કુલ સરેરાશ વરસાદ ૪૯.૩પ ટકા

રાજ્યના ૮૩ તાલુકાઓમાં વરસાદ : રાજ્યનો કુલ સરેરાશ વરસાદ ૪૯.૩પ ટકા
, સોમવાર, 8 ઑગસ્ટ 2016 (17:39 IST)
રાજ્યમાં વરસી રહેલા વરસાદે છેલ્‍લા ચોવીસ કલાક દરમ્‍યાન રાજ્યના ૮૩ તાલુકાઓમાં નોંધનીય વરસાદ વરસાવ્‍યો હોવાના અહેવાલો છે. જેમાં કચ્‍છ જિલ્‍લાના માંડવી તાલુકામાં ૭પ મી.મી., દેવભૂમિ દ્વારકા જિલ્‍લાના દ્વારકા તાલુકામાં ૭૪ મી.મી. અને ખંભાળીયામાં ૭ર મી.મી. મળી કુલ ત્રણ તાલુકાઓમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ વરસ્‍યો હોવાના અહેવાલો છે.રાજ્યના સ્‍ટેટ ઇમરજન્‍સી ઓપરેશન સેન્‍ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તા. ૮-૮-ર૦૧૬ને સવારે ૭-૦૦ કલાકે પૂરા થતાં ચોવીસ કલાક દરમ્‍યાન   અમદાવાદ જિલ્‍લાના સાણંદ તાલુકામાં ૬૬ મી.મી., પંચમહાલ જિલ્‍લાના હાલોલમાં પ૦ મી.મી., દાહોદ જિલ્‍લાના ગરબડામાં પ૭ મી.મી. મળી કુલ ૩ તાલુકાઓમાં બે ઇંચથી વધુ વરસાદ વરસ્‍યો હોવાના અહેવાલો છે. આ ઉપરાંત રાજ્યના ભૂજ, વિજાપુર, કઠલાલ, આંકલાવ, ડભોઇ, સંખેડા, બાલાસિનોર, લુણાવાડા, દાહોદ, ધાનપુર, લીમખેડા, કલ્‍યાણપુર, સૂત્રાપાડા તાલાળા, જાફરાબાદ, સાગબારા, સોનગઢ, સુરત શહેર, ઉમરપાડા, ચીખલી, કપરાડા, વલસાડ, વાપી, ડાંગ, સુબીર, વઘઇ મળી કુલ ર૭ તાલુકાઓમાં એક ઇંચથી વધુ જ્યારે અન્‍ય પ૦ તાલુકાઓમાં અડધો ઇંચ કરતા વધુ વરસાદ વરસ્‍યો હોવાના અહેવાલો છે.અત્રે ઉલ્‍લેખનીય છે કે, ચાલુ મોસમનો રાજ્યનો કુલ સરેરાશ વરસાદ ૪૯.૩પ ટકા જેટલો નોંધાયો છે. જેમાં કચ્‍છ રીજીયનમાં ૪૮.૪૯ ટકા, ઉત્તર ગુજરાતમાં ૪૦.પ૦ ટકા, પૂર્વ-મધ્‍ય ગુજરાતમાં ૪ર.૦૬ ટકા, સૌરાષ્‍ટ્રમાં પર.ર૩ ટકા અને દક્ષિણ ગુજરાતમાં પર.૩૩ ટકા જેટલો સરેરાશ વરસાદ નોંધાયો છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

મુખ્યમંત્રી વિજયભાઈએ કાર્યભાર સંભાળતા પહેલાં મહાત્મા ગાંધીની પ્રતિમા સમક્ષ આદરાંજલિ અર્પણ કરી