Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

રાજયના ૨૦૩ જળાશયો પૈકી ૨૧ હાઇ એલર્ટ અને ૫ એલર્ટ જાહેર

રાજયના ૨૦૩ જળાશયો પૈકી ૨૧ હાઇ એલર્ટ અને ૫ એલર્ટ જાહેર
, મંગળવાર, 9 ઑગસ્ટ 2016 (11:22 IST)
રાજયના ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તા. ૦૮/૦૮/૨૦૧૬ના રોજ સવારે ૮-૦૦ કલાકની સ્થિતિએ વ્યાપક વરસાદને કારણે રાજયના ૨૦૩ જળાશયો પૈકી ૨૧ જળાશયો હાઇ એલર્ટ તેમજ ૫ જળાશયો એલર્ટ જાહેર કરાયા છે. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા યોજના સરદાર સરોવર ડેમ ૧૨૫.૩૮ મીટરની સપાટીએ પહોંચ્યો છે. વધુમાં જળાશયોમાં ૯૦ ટકાથી વધુ પાણીનો સંગ્રહ થતાં દાહોદ જિલ્લાનું ઉમરીયા; તાપી જિલ્લાનું દોસવાડા; નવસારી જિલ્લાનું જ્હુજ અને કેલિયા; કચ્છ જિલ્લાનું જાંગડીયા, ગજાંસર, મીત્તી અને માથલ; જામનગર જિલ્લાનું સાંસોઇ, ફુલઝર-૧- ર, પુના, રૂપારેલ, કંકાવટી, વેરાડી, વોડીસંગ અને રૂપાલટી; દેવભૂમિ દ્વારકાનું વર્તુ-૧, કાબરકા, સોનમતી અને મનીસર એમ કુલ-૨૧ જળાશયો માટે હાઇ એલર્ટ અને રાજકોટ જીલ્લાનું વેનુ-૨, ન્યારી-ર; દાહોદ જિલ્લાનું કડાણા, સુરેન્દ્રનગર જિલ્લાનું ધોળીધજા તેમજ જામનગર જિલ્લાનું ઉન્ડ-ર એમ કુલ પાંચ જળાશયો માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

કેબિનેટ મિટીંગમાં રાજ્યમાં વરસાદની સ્થિતીની સર્વગ્રાહી સમીક્ષા હાથ ધરાઇ