Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મોરબીનાં ડોક્ટર ગણપતિ!

મોરબીનાં ડોક્ટર ગણપતિ!
, ગુરુવાર, 24 સપ્ટેમ્બર 2015 (17:36 IST)
મોરબીના અયોધ્યાપુરી મેઇન રોડ પર ડૉક્ટર-ગણપતિની સ્થાપના કરવામાં આવી હતી. આ ગણપતિનો લુક ડિટ્ટો રિયલ ડૉક્ટર જેવો હતો. ગણપતિને કોઈ મુગટ કે ઝવેરાત પહેરાવવામાં નહોતાં આવ્યાં, પણ ડૉક્ટર-ગણપતિને ડૉક્ટર પહેરે છે એ પ્રકારનો સફેદ કોટ પહેરાવવામાં આવ્યો હતો. ડૉક્ટર બનેલા આ ગણપતિનો સાથી ઉંદર બીમાર પડ્યો છે અને ડૉક્ટર-ગણપતિ એ ઉંદરનું સ્વાસ્થ્ય ચકાસી રહ્યા છે એ પ્રકારની થીમ રાખવામાં આવી હતી. રોગચાળો દિવસે-દિવસે વધી રહ્યો છે અને બીમારીનું પ્રમાણ વધતું જાય છે જે હવે ઘટે અને લોકોનું સ્વાસ્થ્ય પ્રભુ સારું રાખે એવા હેતુથી આ ડૉક્ટર-ગણપતિનું સ્થાપન બીજા કોઈએ નહીં પણ મોરબીના ડૉ. ચેતન અઘારા અને અન્ય ડૉક્ટરો દ્વારા થયું હતું. વિઘ્નહર્તા પાસેથી સારા સ્વાસ્થ્યની માત્ર પ્રાર્થના નહીં કરીને એ વાતને આગળ સુધી લઈ જવાના હેતુથી ડૉક્ટર-ગણપતિના પંડાલમાં મોરબીના જાણીતા ડૉક્ટરો બેસતા પણ હતા. ડૉ. ચેતન અઘારાએ કહ્યું હતું કે ‘વાતો નહીં, કોઈ નક્કર કામ થાય એવા હેતુથી ગણપતિનું સ્થાપન કરવું હતું, જેમાંથી એ વિચાર આવ્યો કે ડૉક્ટર-ગણપતિ બેસાડીએ અને એ ગણપતિની સાથે બધા ડૉક્ટરો મળીને નિશુલ્ક કૅમ્પ કરીએ કે જેમાં તમામ સારવાર પણ નિશુલ્ક કરવાની હોય. મિત્રોએ હા પાડી એટલે અમે આ ડૉક્ટર-ગણપતિની સ્થાપના કરી.’

ડૉક્ટર-ગણપતિનાં દર્શન માટે દરરોજ જેટલા લોકો આવતા હતા એ પ્રસાદ તરીકે મળી રહેલા બૉડી ચેક-અપથી માંડીને બ્લડપ્રેશર ચેક-અપ જેવા અન્ય બેનિફિટ પણ લેતા હતા. તો મુસ્લિમ અને ક્રિશ્ચિયન જેવા બિનહિન્દુઓ હેલ્થ દેખાડવા આવીને ગણપતિનાં દર્શન કરવાનો લાભ લેતા હતા.

ગઈ કાલે આ ડૉક્ટર-ગણપતિનું વિસર્જન થયું ત્યાં સુધીમાં તેમના કૅમ્પનો અઢી હજારથી વધારે લોકોએ લાભ લીધો હતો.

Share this Story:

Follow Webdunia gujarati