Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મોડાસા વડોદરામાં લુંટ

મોડાસા વડોદરામાં લુંટ
મોડાસા , મંગળવાર, 12 જુલાઈ 2016 (11:59 IST)
અરવલ્લી જિલ્લાના બાયડની ગ્રામ શક્તિ ફાઈનાન્સ કંપનીના કર્મચારી પાસેથી ૪૩ લાખ રુપિયાની લુંટ થતા પોલીસ તંત્ર દોડતુ થયુ  છે. કર્મચારીઓને આંખમાં મરચાની ભુકી નાંખીને લુંટારુઓ ૪૩ લાખ રુપિયા ભરેલી બેગ લુંટીને ધોળા દિવસે બજાર વચ્ચે ફરાર થઈ ગયા હતા.

મળતી માહિતી મુજબ, બાયડની બેંક ઓફ ઈન્ડિયા પાસે ગ્રામ શક્તિ ફાઈનાન્સ કંપનીનો કર્મચારી પૈસા લઈને પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન બે બાઈકસવારોએ તેની આંખમાં મરચાની ભુકી નાખી હતી અને કર્મચારી કંઈ સમજે તે પહેલા જ લુંટારુઓ તેની પાસે રહેલી રૂપિયા ૪૩ લાખ ભરેલી રોકડ રકમની બેગ લઈ ફરાર થઈ ગયા હતા. આ ફિલ્મી સ્ટાઈલની લુંટના પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. બીજીબાજુ આ ઘટના બાદ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવેલ પોલીસે સમગ્ર વિસ્તારમાં નાકાબંધી કરીને લુંટારુઓને ઝડપી પાડવા માટે ચક્રોગતિમાન કર્યા છે.  જોકે ભરબજારે ધોળા દિવસે થયેલી આ લુંટે પોલીસની કામગીરી સામે પણ સવાલ ઉભા કર્યા છે.પોલીસ હજી સુધી આ લુંટારુઓ ક્યાંથી આવ્યા હતા અને ક્યાં ફરાર થયા છે તે સંબંધિત
કોઈ માહિતી પણ મેળવી શકી નથી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

મહિલા ખેલાડીઓને તમામ વ્યવસ્થા પુરી પડાશે