દ્વારકા જિલ્લાના ઓખા ખાતે ગુજરાત મેરીટાઈમ બોર્ડના નિવૃત પોર્ટ અધિકારીને ત્યાં એસીબીએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. એક કરોડ 25 લાખ જેટલી અપ્રમાણસરની મિલકતો વસાવ્યાનું બહાર આવ્યું હતું.
દેવભૂમિ દ્વારકા જિલ્લા એસીબીમાં ફરજ બજાવતા પીઆઈ એચ પી દોશીએ ખંભાલીયા એસીબી પોલીસ સ્ટેશનમાં શ્રી ગયા ગોવિંદ મુનીનાથ પાંડે (જી જી પાંડે ) જે ઓખા પોર્ટના વર્ગ 1 ના નિવૃત પોર્ટ ઓફિસર છે અને માસ્ટર મરીનની ડિગ્રી ધરાવતા આ જી.જી.પાંડે 01 – 06 – 1988ના રોજ ગુજરાત મેરિટાઈમ બોર્ડમાં પાયલટ ઓફિસર તરીકે ભરતી થયેલ અને 1990 માં તેઓ પોર્ટ ઓફિસર તરીકે પોરબંદર ખાતે બઢતી મળેલી અને બાદમાં ઓખા, ભાવનગર, સુરત, ગાંધીનગર, મોરબીમાં છેલ્લે તેઓ વાય મર્યાદાના કારણે 29-11-2014 ના રોજ નિવૃત થયા હતા.
જયારે આજ રોજ તેઓના ઘરે ગત રાત્રીના સર્ચ ઓપરેશન જિલ્લા એસીબી દ્વારા કરવામાં આવ્યું.જેમાં અમદાવાદમાં ડફનાળા વિસ્તારમાં દર્શન કો ઓપરેટીવ હાઉસિંગ સોસાયટી લી.માં ફ્લેટ, ભાવનગર જિલ્લાના મહુવા ટાઉનમાં ફ્લેટ બ્લોકનું 405, ગીર સોમનાથ જિલ્લાના પ્રભાસ પાટણમાં પ્લોટ તેમજ મહારાષ્ટ્રમાં થાણા જિલ્લાના વસઈ ખાતે એક ફ્લેટ એમ કુલ મળી 40,83,650/- નું રોકાણ કરેલ પોતાની ફરજ દરમિયાન જીવન વીમા પોલીસીમાં 35,98,338/- નું રોકાણ ખર્ચ કરેલ જયારે ભાવનગર અને પોરબંદર ખાતે શેર બજારમાં 2,11,78,598/- નું રોકાણ ખાર એલ.જી.જી.પાંડેએ ફરજ દરમિયાન પગાર, લોન તેમજ પરિવારમાં પુત્ર તેમજ પરિવારના તમામ સભ્યોની આવકમાંથી શેર બજારમાં થયેલ આવક, પુત્ર પુત્રીના લગ્નમાં ભેટની આવક તેમજ પત્નીના માવતર પક્ષ તરફથી મળેલ વારસાઈ સ્થાવર મિલકત અને એલ.આઈ.સી પોલીસીમાં કરેલ રોકાણમાંથી 2,18,33,531/- ની આવક થાય છે. જયારે તેઓના પરિવાર જનો અને તેઓના નામે સ્થાવર અને જંગી મિલકતોમાં કુલ રોકાણ 3,42,58,295/- નું થાય છે જયારે તપાસ દરમિયાન જોતા બંને તો તફાવતમાં 1,24,24,764/- નો આવતા સ્થાવર તેમજ જંગી મિલકતમાં અપ્રમાણસરની આવક હોવાનું તપાસ દરમિયાન જાહેર થયું હતું