Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મુંબઈમાં સંદિગ્ધ ગતિવિધિઓ થતાં ગુજરાતના તટીય જિલ્લાઓમાં પણ એલર્ટ

મુંબઈમાં સંદિગ્ધ ગતિવિધિઓ થતાં ગુજરાતના તટીય જિલ્લાઓમાં પણ એલર્ટ
, શુક્રવાર, 23 સપ્ટેમ્બર 2016 (13:07 IST)
મુંબઈમાં હાઈ એલર્ટ જાહેર કરાયા બાદ ગુજરાતના તટીય વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અને સુરક્ષા એજન્સીઓએ તટીય વિસ્તારોમાં ચાંપતી નજર રાખવા કહેવામાં આવ્યું છે. એડિશનલ ડિરેક્ટર જનરલ પોલીસ તીર્થ રાજે જણાવ્યું છે કે ગુજરાતના તટીય જિલ્લાઓની પોલીસ અધિક્ષકો અને અન્ય સુરક્ષા અધિકારીઓને આદેશ આપાવમાં આવ્યા છે કે ક્ષેત્રમાં થતી ગતિવિધિઓ પર નજર રાખે.

તેમણે જણાવ્યું કે મુંબઈ તટ પર હાઈ એલર્ટ જાહેર કરાયા બાદ અમે ગુજરાતના તટ પર પણ એલર્ટ જાહેર કર્યું છે. તટીય વિસ્તારોમાં દરેક જિલ્લાના પોલીસ અધિક્ષકોને કહેવાયુ છે કે તેઓ એલર્ટ રહે. કેંદ્રીય શીપિંગ પરિવહન રાજ્યમંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું કે ગુજરાતની સમુદ્રી બોર્ડે એક વિશેષ બળનું ગઠન માટે અનુમતિ માગી છે જેથી તેના નિયંત્રણમાં આવતા 48 નાના બંદરગાહોની સુરક્ષા કરી શકાય. મળતી માહિતી પ્રમાણે સીરક્રીક, હરામીનાળા સહિતની સરહદને સિલ કરી દેવામાં આવી છે અને રાઉન્ડ ધ કલોક પેટ્રોલિંગ સાથે બીએસએફના જવાનો દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે. જમ્મુમાં આર્મિના જવાનો માટે પહાડી તેમજ જંગલ પડકારરૂપ રહે છે. તેવી જ રીતે કોટેશ્વરના દરિયાઇ વિસ્તારમાં ભૂલભૂલામણી જેવા નાળાં તેમજ અરબ સાગરની પાણીની ભરતી અને ઓટ સામે સતત તાલમેલ રાખવો પડે છે.કોટેશ્વર સામે પારના વિસ્તારમાંથી હજુ સુધી કોઇ મોટી ઘૂસણખોરી કે અન્ય ચહલ-પહલ જોવા મળી નથી, પણ એ વાત પણ નોંધનીય છે કે, છેલ્લા એક વર્ષમાં હરામીનાળા વિસ્તારમાંથી સાત બિનવારસુ પાકિસ્તાની બોટો મળી છે. તેમાંની એક બોટમાં દેશી તમંચા અને કારતૂસ પણ મળ્યા હતા, જેની સુરક્ષા એજન્સીઓ કોઇપણ વાત હળવાશમાં લેવા નથી માગતી. તમામ પાસાનો અભ્યાસ કરીને સતત સરહદ પર નજર રાખવામાં આવે છે.  

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

પ્રજાએ ત્રાસવાદ વિરૂદ્ધ અવાજ ઉઠાવવો જોઈએ- ડી, જી વણઝારા