Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ભુજમાં ભગવાન સ્વામિનારાયણને 2.70 કરોડનો હીરાજડિત મુગટ અર્પણ

ભુજમાં ભગવાન સ્વામિનારાયણને 2.70 કરોડનો હીરાજડિત મુગટ અર્પણ
, બુધવાર, 11 મે 2016 (11:51 IST)
ભુજમાં નરનારાયણદેવનો 193મો વાર્ષિક પાટોત્સવ અને સુવર્ણ રત્ન જડિત મુગટ અર્પણ વિધિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નૂતન સ્વામિનારાયણ મંદિરમાં  એક ભક્ત દ્વારા 2 કરોડ 70 લાખનો હીરા જડીત મુગટ અને 16 લાખનો સોનાનો ટુંપિયો અર્પણ કરવામાં આવ્યો હતો.

193માં વાર્ષિક પાટોત્સવમાં મુખ્ય યજમાન રામજી દેવજી વેકરીયા અને કુરજી દેવરાજ વેકરીયાના પરિવાર દ્વારા આ કલાત્મક સુવર્ણ હિરાજડિત મુગટ ભગવાનને અર્પણ કરવામાં આવ્યો હતો. આ સાથે જ ભુજના મુખ્ય માર્ગો પર એક ભવ્ય નગરયાત્રા કાઢવામાં આવી હતી. ત્યાર બાદ નૂતન મંદિરે દેશ-વિદેશના હજારો હરિભક્તોની ઉપસ્થિતિમાં હીરાજડિત મુગટ અને સુવર્ણના ટુપિયોને ભગવાન સ્વામિનારાયણને અર્પણ કરાયો હતો.

સુવર્ણ હીરાજડિત મુગટ ગુજરાતના ડાયમંડ સિટી સુરતમાં તૈયાર કરવામાં આવ્યો છે. અને મુગટ અર્પણ કરનાર હરિભક્ત વેકરીયા પરિવાર હાલ વિદેશમાં સ્થાઇ થયેલા છે. મુગટ અર્પણવિધિ બાદ નૂતન મંદિરમાં ભગવાનને હિરાજડિત મુગટ પહેરાવી અન્નકુટ સાથે હરિભક્તો માટે દર્શન ખુલ્લા મુકવામાં આવ્યા હતા.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગાંધીનગરના મેયર પ્રવિણ પટેલ હુમલાના વિરોધમાં પ્રતિક ઉપવાસ ઉપર ઉતર્યા