Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

બીજેપી, કોંગ્રેસ અને એનસીપીના પદાધિકારી અને કાર્યકર્તા સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટીમાં સામેલ

બીજેપી, કોંગ્રેસ અને એનસીપીના પદાધિકારી અને કાર્યકર્તા સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટીમાં સામેલ
સુરત, , મંગળવાર, 9 ઑગસ્ટ 2016 (15:22 IST)
સરદાર વલ્લભ ભાઈ પટેલ પાર્ટી દ્વારા એક વિશાળ અને ભવ્ય કાર્યક્રમનું આયોજન રવિવાર 7 ઓગસ્ટ 2016ના સીમાડા નાકા, સુરતના એક ફાર્મ હાઉસ ખાતે કરવામાં આવ્યું હતું. જ્યાં બીજેપી, કોંગ્રેસ અને એનસીપીના પદાધિકારી અને કાર્યકર્તા સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટીમાં સામેલ થયા હતા. ગુજરાત પ્રદેશ અધ્યક જિગર કુમાર કોઠિયા, ગુજરાત રાજ્ય ચીફ સંગઠન મહામંત્રી રવિન્દ્ર ભાઈ સોંડાગર, રાજ્ય સંગઠન મહામંત્રી રમેશભાઈ રાદડિયા, પાર્ટીના નિરીક્ષક સંજય ગાંધી, ગુજરાત રાજ્ય મીડિયા ચીફ દિલીપભાઈ પટેલ, પાર્ટીના પ્રવક્તા રમેશ નાગર, સુરત જિલ્લા યુવા સંગઠન મંત્રી વિનોદભાઈ આહિર, સુરત જિલ્લા યુવા મહામંત્રી જિગ્નેશભાઈ વિરાણી અને ગુજરાત રાજ્ય યુવા સલાહગાર મંત્રી ચિરાગભાી કથિરિયા, યુવરાજ ચૌહાણ તથા પક્ષના કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા. જેમણે બીજેપી, કોંગ્રેસ અને એનસીપીના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓનું સ્વાગત કર્યું અને તેમને સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટીમાં સામેલ કર્યા હતા.
webdunia

    આ અવસરે પક્ષના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જિગર કુમાર કોઠિયાએ કહ્યું હતું કે, પણે બધા જનતાની સાથે મળી એક શક્તિશાળી ભારતનું નિર્માણ કરવા માગીએ છીએ. જે કોઈ સાફસુથરી ઇમેજ ધરાવતા લોકો છે અને સમાજમાં તેમનું આગવું સ્થાન છે અને દ્શની સેવા કરવા માગતા હોય તેઓ પક્ષમાં જોડાય, અમે તેમને પાર્ટીની ટિકિટ આપશું. અમે જાતિ અને ધર્મથી ઉપર જઈને માણસાઈને પ્રોત્સાહન આપશું. કોઈ પણ પક્ષની તાકાત એના કાર્યકર્તા હોય છે. સારા કાર્યકર્તા વગર પક્ષ ચાલી શકતો નથી. અને અમને અમારા કાર્યકર્તા, જનતા અને મીડિયાનો પૂરો સહકાર જોઇએ છે.

      પક્ષના નિરીક્ષક સંજય ગાંધીએ એમનું પૂરૂં જીવન રાજનીતિમાં વીતાવ્યું છે. એટલું જ નહીં, ઘણા પક્ષમાં મોટા હોદ્દાઓ પર કામ કર્યા બાદ હવે ગુજરાતમાં 2017માં થનારી વિધાનસભાની ચૂંટણીમાં સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટીને વિજયી બનાવવાનું બીડું ઝડપ્યું છે. સંજય ગાંધીએ જણાવ્યું કે, સરકાર સામાન્ય લોકો વિશે વિચારતી નથી. દરેક ચીજોના ભાવ વધી રહ્યા છે. અમે લોકો સાથે સાથે રહી તેમના અધિકાર અપાવશું. એ સાથે ભ્રષ્ટાચાર મુક્ત ભારતની શરૂઆત કરશું.

         ગુજરાત રાજ્ય ચીફ સંગઠન મહામંત્રી રવિન્દ્રભાઈ સોંડાગર, રાજ્ય સંગઠન મહામંત્રી રમેશભાઈ રાદડિયા અને સુરત જિલ્લા યુવા મહામંત્રી જિગ્નેશભાઈ વિરાણીએ જણાવ્યું કે આજના દિવસે સુરત ઉપરાંત જામનગર, રાજકોટ, અમદાવાદ અને ભાવનગરમાં પણ આ પ્રકારના કાર્યક્રમ થઈ રહ્યા છે અને અન્ય પક્ષના પદાધિકારી અને કાર્યકર્તા તેમના પક્ષની નીતિથી અસુષ્ટ હોવાથી અમારા પક્ષમાં સામેલ થઈ રહ્યા છે. પક્ષના કાર્યકર્તાઓએ દરેકને સન્માનિત કરવાની સાથે 2017માં થનારી ચૂંટણી અંગે ચર્ચા કરી અને રાષ્ટ્ગીત ગાઈ કાર્યક્રમનું સમાપન કર્યું હતું.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સૌરભ પટેલ સામે કાર્યકરોનો અસંતોષ જાહેરમાં પ્રકાશ્યો, વડોદરામાં પોસ્ટરો લાગ્યાં