ફૂલોને ખીલવીએ, સાચવીએ અને સમજાવીએ, કિસ્મતે મળી માળીની ફરજ, તો એ બજાવીએ
અહીં ભણવાનું ચાલુ રાખ અને બાકીના સમયમાં આ જ સંસ્થામાં નોકરીએ લાગી જા, બોલ, તો છોડીશ ભણવાનું ?
સર્વ વિદ્યાલય કેળવણી મંડળ, કડી તથા ગાંધીનગર મેનેજમેન્ટની ઓફિસ સદા દરેક જણ માટે ખુલ્લી હોય છે. મેનેજમેન્ટ હંમેશાં વિદ્યાર્થીઓના હિતમાં જે કાંઈ શક્ય હોય – ટેકનિકલી પોસિબલ હોય તેવી મદદ કરી વિદ્યાર્થીનો અભ્યાસ સારી રીતે ચાલે તે માટે તત્પર હોય છે. કોઈપણ વિદ્યાર્થી અથવા વિદ્યાર્થિનીનો અભ્યાસ આર્થિક પરિસ્થિતિને કારણે અટકી ન પડે તે માટે મેનેજમેન્ટ તત્પર હોય છે. સ્વ. શ્રી માણેકલાલ સાહેબની કંડારેલી કેડી પર હવે તેમના સુપુત્ર ખૂબ નિષ્ઠાથી સર્વ વિદ્યાલય કેળવણી મંડળના ચેરમેન તરીકે તથા કડી સર્વ વિશ્વવિદ્યાલયના પ્રેસિડેન્ટનો હોદ્દો સંભાળીરહ્યા છે. તેઓશ્રી સરદાર તરીકે ઓળખાતા પોતાના નામને સાર્થકકરી રહ્યા છે.
દર શુક્રવારે અમો ગાંધીનગર ઓફિસમાં સાથે હોઈએ છીએ. જોકે પટેલ વલ્લભભાઈ માણેકલાલ (સરદાર) સોમવાર, મંગળવાર, ગુરુવાર અને શુક્રવાર એવા ચાર દિવસ સવારે ૯.૦૦ થી સાંજના ૪.૦૦ વાગ્યા સુધી પોતાની સેવાઓ આપે છે. જ્યારે બુધવાર અને શનિવાર કડીમાં ઉપસ્થિત રહે છે. આ બધા દિવસો દરમિયાન ઓફિસમાં અવનવા પ્રશ્નો લઈ આચાર્યશ્રીઓ, વિદ્યાર્થીઓ, વાલીઓ વગેરે સતત આવતા રહે છે. સરદાર દરેકને શાંતિથી, સ્વસ્થતાથી, કાળજીપૂર્વક સાંભળે છે અને યોગ્ય નિર્ણયલેતા હોય છે. કયારેક ઓફિસમાં લાગણીશીલ દૃશ્યો પણ સર્જાતા હોય છે અને આપણી સંવેદનાને જગાડતાં હોય છે. આજે એવા એક લાગણીશીલ પ્રસંગની વાત કરવી છે. આમાં સર્વ વિદ્યાલય કેળવણી મંડળના ચેરમેન તરીકે સરદારની નિષ્ઠાની,વ્યક્તિને કસવાની-પરખવાની અને રસ્તો કાઢવાની આવડતનાં દર્શન થાય છે.
સર્વ વિદ્યાલય કેળવણી મંડળના નેજા હેઠળ ચાલતી પોલિટેકનિક કોલેજની એક વિદ્યાર્થિની કાંઈક ગ્લાનિભર્યા ચહેરે પ્રિન્સિપાલના શેરા સાથે અભ્યાસ છોડવાની અને ફી પરત લેવાની માંગણી સાથે ઓફિસમાં પ્રવેશ કરે છે. પૃચ્છા કરતાં પોતાની કરુણ દાસ્તાન રજૂ કરતાં જણાવ્યુંકે, પિતાશ્રીનું અચાનક અવસાન થવાને કારણે પોતે અભ્યાસ છોડી રહી છે. કોઈપણ વિદ્યાર્થી કે વિદ્યાર્થિની પોતાનો ચાલુ અભ્યાસ છોડવાની વાત કરે તો સર્વવિદ્યાલયનું મેનેજમેન્ટ ખૂબ જ સેન્સિટિવ હોઈ તેનાં કારણોમાં ઊંડું ઊતરે છે. અહીં તુરંત સરદારે પરિસ્થિતિ કળી જતાં તેને પૂછ્યું કે કેમ અભ્યાસ છોડવો છે ? તારા પિતાશ્રીનાઅવસાનથી આર્થિક સંકળામણને કારણે તું ફી ન ભરી શકતી હોય તો તારી ફી માફ કરી દઈશું. તું અભ્યાસ ચાલુ રાખ અને તારી કારકિર્દી બગાડીશનહીં. આ સાંભળતાં દીકરી રડી પડી ! થોડીક વાર શાંત થયા પછી તેણે જવાબ આપ્યો કે સાહેબ, તમે ફી માફ કરશો તો મારો અભ્યાસ ચાલુ રહેશે, પણ મારે શિરે મારાં માતુશ્રી અને નાના ભાઈ માટે ઘર ચલાવવાની જવાબદારી છે. અને તેથી હું સવારે ૮.૩૦થી ૮.૦૦ સુધીની નોકરી નક્કી કરીને આવી છું.એટલે અભ્યાસ ચાલુ રાખવા માટે સમય પણ નથી. આટલા લાંબા સમયની નોકરી માટે તે વિદ્યાર્થિનીએ રૃા. ૨૫૦૦.૦૦માં હા પણ પાડેલી. પરિસ્થિતિ ખરેખર મૂંઝવણભરી હતી. પણ આ તો સર્વ વિદ્યાલયનું મેનેજમેન્ટ ! અત્યારે તેનું સુકાન સરદારે સંભાળેલું છે. પોતાના પિતાશ્રી સ્વ. શ્રી માણેકલાલનો વારસો (ત્વરિત નિર્ણય લેવાનો) સંભળતા હોઈ તેમણે તે દીકરીને કહ્યું કે તું તારો અભ્યાસ ચાલુ રાખ. તારીફી તો માફ કરી જ દઈશું. પણ તારા અભ્યાસ સિવાયના સમયમાં તેં નક્કી કર્યોછે તેનાથી પણ રુ. ૫૦૦ વધારે પગાર આપી સંસ્થામાં તને કયાંક પાર્ટ ટાઈમ નોકરીમાં ગોઠવી દઈશું. તારોઅભ્યાસ પણ અભ્યાસ ચાલશે અને તારું ઘર ટકાવવા માટે પણ રસ્તો થઈ જશે. વિદ્યાર્થિની ખૂબ સંતોષ સાથે આભારની લાગણી સાથે વિદાય લે છે.
ખૂબ કરુણ હૈયે હોય, વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડે નહિ તેવી હૈયે ખૂબ ઝંખના હોય અને કાંઈક રસ્તો કાઢવાની ત્વરિત નિર્ણયશક્તિ હોય અને સંચાલક તરીકે “કર ભલા હોગા ભલા” મંત્ર જેણે હૈયે બરાબર ગોઠવ્યો હોય તે જ સર્વ વિદ્યાલય કેળવણી મંડળના મોભી તરીકે જવાબદારીનિભાવી શકી. શ્રીવલ્લભભાઈએઆવા ગુણો બરાબર આત્મસાત કર્યા છે. સંવેદનાના આવા પ્રસંગો ડગલેને પગલે આવવાના અને પૂ. છગનભા, દાસકાકા, પૂ.શ્રી ધનાભાઈ વકીલ તથા પૂ. શ્રી માણેકલાલ સાહેબ તથા સંસ્થાનાઅન્ય ભૂતપૂર્વ અને વર્તમાનવડીલોના આશીર્વાદથી સર્વવિદ્યાલયની પરંપરા સુપેરે નભશે જતેવી હૈયાધારણા આવા પ્રસંગે પૂરી પાડે છે. વિદ્યાર્થી-વિદ્યાર્થિનીના હર એક ચડતી પડતીના પ્રસંગોએ પાલકે (વાલીએ), ચાલકે (આચાર્યશ્રી / અધ્યાપકો) અને સંચાલકે જાગૃત રહી સંવેદનાના સૂરને ઝીલવા પડશે.