Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પોલીસ પર તોડ કરવાનો આક્ષેપ કરતા મોઢવાડિયાને સમન્સ પાઠવાયું, મહિલા પીએસઆઈ એ આગોતરા જામીન માંગ્યા

પોલીસ પર તોડ કરવાનો આક્ષેપ કરતા મોઢવાડિયાને સમન્સ પાઠવાયું, મહિલા પીએસઆઈ એ આગોતરા જામીન માંગ્યા
, ગુરુવાર, 12 મે 2016 (11:57 IST)
અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં મહેફિલ દરમિયાન રેડ કરનાર પીએસઆઇ પર તોડનો આરોપ કરનાર અર્જૂન મોઢવાડિયાને નિવેદન માટે અને પુરાવા રજૂ કરવા માટે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સમન્સ મોકલવામા આવ્યું છે. જ્યારે મહિલા પીએસઆઇ સી.બી.જાડેજા, લાંચ આપનાર વચેરિયાઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
અર્જૂન મોઢવાડીયાએ પુરાવા રૂપે રજૂ કરેલી ઓડિયો ક્લિપમાં મહિલા પીએસઆઈ સી.બી જાડેજા 4 લાખના સેટીંગની વાત કરી રહ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો. ત્યાર બાદ તપાસ ક્રાઈમ બ્રાંચને સોપી દેવામાં આવી હતી ત્યારે હવે સેટેલાઈટ પોલીસ સ્ટેશનના પીઆઈ મુસ્તાકઅલી મસી ફરિયાદી બનીને જેના પર તોડ કરવાનો આરોપ લાગ્યો છે એ મહિલા પીએસઆઈ સી બી જાડેજા, રૂપિયાની ઓફર કરનાર અને વચેટિયા જે છે એ તમામની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ કેસમાં તપાસ કરનાર અધિકારી સી. એન. રાજપૂત દ્વારા આશાવરી ફ્લેટ આસપાસના રહેવાસી સિક્યુરીટી ગાર્ડના નિવેદન લેવા સાથે જ સીસીટીવી ફૂટેજ કબજે કરવા અંગે તપાસ હાથ ધરી છે. લાંચ કેસમાં જે લોકોના નામ સામે આવી રહ્યા છે એ અને વચેટિયા તરીકે ફરજ બજાવનાર પોલીસ કર્મચારી કોણ છે એ દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.તો બીજી તરફ પોલીસે પણ તપાસનો ધમધમાટ શરુ કર્યો છે. પોલીસે જણાવ્યું છે કે આ મામલે ઘણા લોકોને સમન્સ આપવામાં આવ્યા છે. જેમાં અર્જુન મોઢવાડીયાનો સમાવેશ થાય છે. તેમને પુરાવા રજુ કરવા માટે અને નિવેદન નોંધવા માટે સમન્સ આપવામાં આવ્યું હોવાનું પોલીસ જણાવી રહી છે.મહિલા પીએસઆઇ સી.બી.જાડેજા પોતાના પર તોળાતી કાર્યવાહીને લઇને આગોતરા જામીન મેળવવા માટે સેશન્સ કોર્ટમાં અરજી કરી છે. જેના પર આવતીકાલે સુનાવણી હાથ ધરવામા આવશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતના હજારો વિધાર્થીઓના ભાવિ સાથે ભાજપની સરકારે ચેડા કર્યા : શક્તિસિંહ ગોહિલ