Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પોકેમોન-ગો રમત રમવાવાળાઓએ મ્યુઝિયમ કેમ્પસમાં પ્રવેશ કરવો નહીં - વડોદરા મ્યૂઝિયમ

પોકેમોન-ગો રમત રમવાવાળાઓએ મ્યુઝિયમ કેમ્પસમાં પ્રવેશ કરવો નહીં - વડોદરા મ્યૂઝિયમ
, બુધવાર, 3 ઑગસ્ટ 2016 (15:40 IST)
પોકેમોન ગો ગેમ હાલ સમગ્ર વિશ્વના લોકોને ગાંડા કરી રહી છે ત્યારે વડોદરાના એક મ્યુઝિયમે પોકેમોન રમનારા વ્યક્તિઓના પ્રવેશ પર પાબંદી લગાવી દીધી છે. મ્યૂઝિયમમાં પ્રવેશતાં જ એક સૂચના મુકવામાં આવી છે. આ સૂચનામાં એવું લખવામાં આવ્યું છે કે  જો તમે વડોદરાના કમાટીબાગમાં આવેલ બરોડા મ્યૂઝિયમમાં એક અનોખો પ્રતિબંધ મૂકાયો છે. પોકેમોન ગો રમાવાવાળાથી કંટાળીને બરોડા મ્યૂઝિયમના સત્તાધીશોએ તેમના પ્રવેશ પર પ્રતિબંધ મૂકી દીધો છે. આ બાબતની સૂચના આપતુ બોર્ડ પણ લગાવાયું છે. પોસ્ટરમાં લખ્યું છે કે,  પોકેમોન-ગો રમત રમવાવાળાઓએ મ્યુઝિયમ કેમ્પસમાં પ્રવેશ કરવો નહીં.તમને જણાવી દઈએ કે, વડોદરાના કમાટીબાગમાં આ ગેમ સૌથી વધુ રમાય છે. જેથી અહી સૌથી વધુ પોકેમોન મળતા હોવાથી અહી પ્લેયર્સની સંખ્યામાં વધારો થયો છે. પણ સામે મ્યૂઝિયમના ત્રાસમાં પણ વધારો થયો છે. જાણવા મળ્યું છે કે, પોકેમોન રમવા માટે ઘણા લોકો મ્યૂઝિયમમાં જ્યાં ત્યાં ફરતા હોય છે. તેમજ મ્યૂઝિયમમાં ગમે ત્યાં ઘૂસી જાય છે. આ કારણે મ્યૂઝિયમના સંચાલકો પણ કંટાળી ગયા છે. મ્યૂઝિયમની સમસ્યા એટલી વધી ગઈ કે, પોકેમોન પ્લેયર્સ બહાર નીકળતા પણ નથી. ત્યારે સિક્યુરિટી સ્ટાફની પણ કામગીરી વધી ગઈ છે.


Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

રાજ્યના પોલીસવડા પી.પી. પાંડેય અંગેની જુલિયો રિબેરોની અરજી ગુજરાત હાઈકોર્ટે ફગાવી