Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પૂજારીની હત્યા પછી હિન્દુ આશ્રમકર્મચારીની હત્યા, 3 દિવસમાં હિન્દુ હત્યાની બીજી ઘટના

પૂજારીની હત્યા પછી હિન્દુ આશ્રમકર્મચારીની હત્યા, 3 દિવસમાં હિન્દુ હત્યાની બીજી ઘટના
ઢાકા. , શુક્રવાર, 10 જૂન 2016 (12:51 IST)
બાંગ્લાદેશમાં કેટલાક હુમલાવરોએ સવારે ફરવા નીકળેલા એક હિંદુ આશ્રમ કર્મચારીની હત્યા કરી નાખી છે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા બાંગ્લાદેશમાં શંકાસ્પદ ISIS જેહાદીઓએ એક અન્ય પૂજારીની હત્યા પણ કરી નાખી હતી. આ મામલે માહિતી આપતા બાંગ્લાદેશના એએસપી સલીમ ખાને જણાવ્યુ કે હિમાયતપુરધામ આશ્રમના 60 વર્ષના નિત્યરંજન પાંડે પર અનેક લોકોએ મળીને હુમલો કર્યો અને તેની ગરદન પર પણ વાર કર્યા. 
 
એક સ્થાનીક સમાચાર ચેનલ મુજબ આશ્રમમાં પાંડે છેલ્લા 40 વર્ષથી સ્વયંસેવકન રૂપમા કામ કરતા હતા અને જ્યારે તે નિયમિત વોક કરવા માટે નીકળ્યા હતા આ દરમિયાન તેમના પર હુમલો કરવામાં આવ્યો.  જો કે અત્યાર સુધી આ હત્યાની જવાબદારી કોઈએ લીધી નથી.  છેલ્લા ત્રણ દિવસમાં આ પ્રકારની હત્યાની આ બીજી ઘટના છે. ઉલ્લેખનીય છે કે તાજેતરના મહિનામાં બાંગ્લાદેશમાં અલ્પસંખ્યકો, ધર્મનિરપેક્ષ બ્લોગરો, બુદ્ધિજીવીઓ અને વિદેશીઓ પર લક્ષિત હુમલા વધ્યા છે. 
 
એપ્રિલમાં હથિયારબદ્ધ આઈએસઆઈએસના આતંકવાદીઓએ એક ઉદારવાદી પ્રોફેસરની રાજશાહી શહેર સ્થિત તેમના ઘરે ગળુ કાપીને હત્યા કરી દીધી હતી. એ મહિને આઈએસઆઈએસના આતંકવાદીઓએ એક હિન્દુ દરજીની તેની દુકાન પર હત્યા કરી દીધી હતી. આ ઉપરાંત ચરમપંથીયોએ બાંગ્લાદેશની પ્રથમ સમલૈગિક પત્રિકાના સંપાદકના ઢાકા સ્થિત ફ્લેટ પર તેમની અને તેમના મિત્રની નિર્દયતાપૂર્વક હત્યા કરી નાખી હતી. ભારતીય પ્રાયદ્વીપમાં આઈએસઆઈએસ અને અલકાયદાના કેટલાક હુમલાની જવાબદારી લીધી છે. હાલ સરકારે બાંગ્લાદેશમાં તેની હાજરીનો ઈનકાર કર્યો છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

યૂપી ચૂંટણી : BSP, SPને ટક્કર આપવા BJP માંથી ચહેરો રહેશે રાજનાથ ?