શુક્રવારે રાત્રે સુરતના વરાછા વિસ્તારમાં કૉંગ્રેસના લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પાટીદારોએ સ્ટેજ પાસે આવીને હોબાળો કર્યો હતો. પાટીદારોએ જય સરદાર જય પાટીદારની ટોપી પહેરી હતી. અને સ્ટેજ પાસે આવીને કોંગ્રેસ વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યો હતો.
પાટીદારોએ ‘ભાજપ-કૉંગ્રેસ શેમ શેમ…શંકર સિંહ હાય હાય’ના નારા લાગાવ્યા હતા. આ વિરોધમાં પાટીદાર મહિલાઓ પણ સામેલ થઈ હતી. જેમણે લોલીપોપ.. લોલીપોપના નારા લગાવ્યા હતા. પાટીદારોએ પ્રશ્ન કર્યો હતો કે અનામત આંદોલનના સૂત્રધાર અને પાસના કન્વીનર હાર્દિક પટેલને છોડાવવા વિરોધ પક્ષની ભૂમિકા શું?