Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પાટણ યુનિવર્સિટી વિરુદ્ધ આંદોલન છેડવાની ચીમકી

પાટણ યુનિવર્સિટી વિરુદ્ધ આંદોલન છેડવાની ચીમકી
, ગુરુવાર, 4 ઑગસ્ટ 2016 (13:26 IST)
તાજેતરમાં જ જેલમાંથી જામીન પર છૂટી ગુજરાત બહાર રાજસ્થાનના ઉદયપુર ધકેલાયેલા પાસ કન્વીનર હાર્દિક પટેલનો પાટણ યુનિવર્સિટીના કુલપતિને સંબોધીને લખાયેલો એક લેટર બોમ્બ વોટ્સઅપ પર વાયરલ થયો છે. જેમાં યુનિવર્સિટીમાં પટેલ સમાજની દીકરી-પ્રોફેસર સાથે અન્યાય થયો છે. તેને હક્ક અપાવવાની લડતમાં  પાટણ પાસના કન્વીનરને સહયોગ આપવો પડશે નહિ તો યુનિવર્સિટીની વિરુદ્ધમાં આંદોલન છેડાશે તેવી ચીમકી આપવામાં આવી છે. 

 પાસ કન્વીનર હાર્દિક બી. પટેલના નામે કુલપતિને સંબોધીને કરાયેલ પત્રમાં જણાવ્યુ છે કે, યુનિવર્સિટીમાં પટેલ સમાજની દીકરી-પ્રોફેસર સાથે અન્યાય થયો છે. તેને હક્ક અપાવવા માટે પાટણ અનામત આંદોલન જિલ્લા કન્વીનર ર્ડા.કિરીટભાઇ પટેલ આ કાર્ય કરી રહ્યા છે. જેમાં તમારે સંપૂર્ણ સહયોગ આપવો પડશે અને આ મારી ભલામણ સમજો તો ભલામણ નહી તો આવનાર દિવસોમાં યુનિવર્સિટીની વિરુદ્ધમાં આંદોલન છેડાશે. કિરીટભાઇ આપને મળશે. તેમને સાથ સહકાર આપવા વિનંતી કરતો પત્ર કરાયો છે. જોકે આ અંગે કુલપતિ ર્ડા.આર.એલ.ગોદારાનો ટેલીફોનિક સંપર્ક કરવાનો પ્રયાસ કરતા તેમનો ફોન રિસીવ ન થતા વાતચીત થઇ શકી નહોતી. જ્યારે યુનિવર્સિટીના કા.રજીસ્ટ્રાર ર્ડા.ડી.એમ.પટેલ અને કુલપતિના પી.એસ ઉમેશભાઇ રાઠોડને આ પત્ર બાબતે પૂછતા આવો કોઇ પત્ર મળ્યો નથી તેમ જણાવ્યુ હતું. 

યુનિવર્સિટીમાં થોડાક સમય અગાઉ ડો. આદેશપાલનું ચારીત્રય ખંડન કરતા પોસ્ટરો લાગ્યા હતા. જેમાં પોસ્ટર કોણે લગાવ્યા તેના માટે તપાસ સમિતિ રચાઇ હતી. તપાસના ભાગરૂપે  કુલપતિ સહિતની ટીમે અંગ્રેજી અને સંસ્કૃત વિભાગમાં રાત્રે દશ વાગ્યે જઇ કોમ્પ્યુટર કબજે લીધા હતા. મહિલા પાટીદાર કર્મચારીને પણ રાત્રે આ માટે આવવું પડ્યું હતું. જેને લઇ આ મામલે પાટીદાર યુવાનોએ વિરોધ દર્શાવ્યો હતો. જેમાં રાજકીય વ્યક્તિને પોલીસ તરીકેની ઓળખ આપ્યાનો આક્ષેપ  પણ કુલપતિ સામે થયો છે. આ મામલે હોબાળા બાદ તપાસ કમિટીના સભ્યોએ રાજીનામા પણ ધરી દીધા હતા. ત્યારબાદ પાટીદાર યુવાનોએ કુલપતિ સામે પગલાં લેવા વારંવાર રજૂઆતો કરી હતી.  


Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાત વિધાનસભાના વિપક્ષના નેતા શંકરસિંહના ઘરે ઈડીના દરોડા