Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

દેશભરમાં ટપાલનું ઘટતું જતું મહત્વ

દેશભરમાં ટપાલનું ઘટતું જતું મહત્વ
, રવિવાર, 17 જુલાઈ 2016 (11:50 IST)
દેશમાં મોબાઇલ ફોનની સંખ્યા ૧૦૦ કરોડની ઉપર પહોંચી ગઇ છે. છેલ્લા ૧૦ વર્ષમાં થયેલી મોબાઇલ ફોન ક્રાંતિએ પત્રોનુ ચલણ સાવ ઘટાડી નાખ્યુ છે. ડાક વિભાગના જણાવ્યા પ્રમાણે મોબાઇલ અને ઇન્ટરનેટના કારણે વર્ષે ૬પ૦ કરોડ પત્રોની સંખ્યા ઘટી ગઇ છે.
 
      ડાક વિભાગના સચિવ શેખરકુમાર સિંહાના જણાવ્યા પ્રમાણે જો ડાક વિભાગના ૨૦૦૪-૦૫ના આંકડા જોઇએ તો વર્ષે ૧૨૧૫ કરોડથી વધુ પત્રો ડાક વિભાગ પાસે પહોંચતા હતા પરંતુ હવે પત્રોની અવર-જવર અડધાથી પણ ઘટી ગઇ છે. જો ૨૦૧૪-૧૫ના આંકડા જોઇએ તો લગભગ ૫૭૦ કરોડ પત્રો ડાક વિભાગ પાસે આવ્યા હતા.
      તેમના જણાવ્યા પ્રમાણે ડાક વિભાગના આંતરીક અભ્યાસમાં જણાવાયુ છે કે, કોમર્શીયલ પત્રોની સંખ્યા ઘટી નથી એટલુ જ નહી પહેલા કરતા તે વધી ગયા છે. ડાક વિભાગનો પાર્સલ વેપાર પણ વધ્યો છે અન્ય સેવાઓ પણ વધી છે પરંતુ તાર સેવા બંધ થઇ ગઇ છે. હવે ખાનગી પત્રો પણ બહુ ઓછા થઇ ગયા છે. પત્રોની વાર્ષિક સંખ્યામાં જે ઘટાડો થયો છે તે સ્પષ્ટરૂપે વ્યકિતગત પત્રો ઓછા લખાતા તે કારણ છે. પહેલા મોબાઇલ ફોન હવે ઇન્ટરનેટને કારણે ખાનગી પત્રોની સંખ્યા સતત ઘટી રહી છે. સિંહાના જણાવ્યા પ્રમાણે જો કે કોમર્શીયલ પત્રો અને પાર્સલ સેવાના કારણે ડાક વિભાગની આવક વધી છે ત્યારે તે પપ૦૦ કરોડ હતો જે આજે વધીને ૧૩૦૦૦ કરોડ રૂપિયા થયો છે.
 
      પોસ્ટકાર્ડ અને અંતરદેશીય પત્ર પર ખોટ વધી છે પરંતુ છાપવાની પ્રક્રિયા ચાલુ છે અને તે હજુ પણ રાહતદરે અપાય છે. ર૦૧૪-૧પમાં પોસ્ટકાર્ડથી ૬૬ કરોડ અને અંતરદેશીય પત્રથી ૮પ કરોડની ખોટ ગઇ હતી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાત યુનિવર્સિટીમાં બનશે કલામ રિસર્ચ સેન્ટર