Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

જૂનાગઢમાં અધવચ્ચે એસટી લટકી

જૂનાગઢમાં અધવચ્ચે એસટી લટકી
, સોમવાર, 23 મે 2016 (15:45 IST)
કેશોદઃજૂનાગઢના કેશોદના સરોડ ગામે એસટી બસ અધવચ્ચે પુલ પર લટકી ગઇ હોવાની ઘટના બની છે..પુલ જર્જરિત હાલતમાં હોવાથી આ ઘટના બની છે. બસ પુલ પરથી પસાર થઇ રહી હતી ત્યારે આ પુલનો કેટલોક ભાગ તુટી પડ્યો હતો અને બસ વચ્ચે જ ફસાઇ ગઇ હતી.આ બસમાં મુસાફરો સવાર હતા.જો કે જાનહાનિના સમાચાર નથી મળ્યા. બસમાં મુસાફરોને નાની મોટી ઇજાઓ થઇ છે. ત્યારે આ પ્રકારના જૂના અને જર્જરિત પુલો જાળવણીના અભાવે જોખમી સાબિત થઇ રહ્યા છે.

ઘાયલોને 108 ની મદદથી કેશોદ સિવિલ હોસ્પિટલ માં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા કેશોદ બટવા રૂટની બસ સરોડ ગામ પહોચે તે પહેલા  પુલ ઉપરથી પસાર થતી હતી ત્યારે અચાનક પુલ તૂટી પડતા બસ પુલ ઉપર લટકી પડી હતી અને મોટી દુર્ઘટના થતા ટળી હતી અને અંદર બેસેલા મુસાફરોનો બચાવ થયો હતો.
સરોડ ગામના સરપંચના કહેવા પ્રમાણે અમારા ગામને જોડતો આ પુલ ઘણા સમયથી બિસ્માર હાલતમાં છે અને અમે અનેક વાર રજૂઆત કરી છતાં તંત્રે ધ્યાન આપ્યું નથી અને આજે આ એસટી બસની દુર્ઘટના બની ત્યારે તંત્ર દ્વારા સત્વરે રીપેર કરે તેવી અમારા ગ્રામજનોની માંગણી છે

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

વડોદરામાં 200 મકાનો તુટશે