Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ચંડીગઢમાં ગુજરાતી યુવાન લુંટાયો

ચંડીગઢમાં ગુજરાતી યુવાન લુંટાયો
મહેસાણાઃ , શનિવાર, 30 એપ્રિલ 2016 (12:05 IST)
ગુજરાતના યુવકની ચંડીગઢ ખાતે લૂંટ કરીને હત્યા કરવામાં આવી હતી. હત્યા કરનાર 2 આરોપીની એસઓજી પોલીસ ઘરપકડ કરી લધી હતી. અને પુછપરછમાં બે આરોપીએ બેકારીને કારણે આ ગુનાને અંજામ આપ્યો હોવાનું જણાવ્યું હતું. પોલીસ આરોપી પાસેથી 21 લાખથી વધુની રોકડ કબજે કરી હતી.

ગત 22મી એપ્રિલનાં દિવસે ચંડીગઢ ખાતે રાજારામ આંગડીયા પેઢીમાં નોકરી કરતા અને મૂળ મહેસાણાના હાર્દિક પટેલ નામના યુવકનું અપહરણ કરી તેને લૂંટી અને હત્યા કરવાના ગુનામાં એસઓજી દ્વારા બાતમી આધારે 2 આરોપી કૌશિક પટેલ અને પ્રદીપ પ્રજાપતિની ધરપકડ કરી હતી. આરોપી પાસેથી લૂટના 21 લાખ રોકડા અને એક કાર મળી કબજે કરી છે. પોલીસને બાતમી મળતા તમામ આરોપીઓને વૈષ્ણવદેવી સર્કલ પાસેથી ઝડપી લેવામાં પોલીસને સફળતા મળી છે.

આરોપીઓની પૂછપરછ કરતા સામે આવ્યું છે કે ચંદીગઢના રાજારામ નામની આગળીયા પેઢીમાં પ્રદીપ પ્રજાપતિ અને મૃતક હાર્દિક સાથે નોકરી કરતા હતા ત્યારે તેને માલિકે ઝગડો થતા કાઢી મુક્યો હતો. બાદમાં તે બેકાર હતો અને મૃતકને માલિક વધારે સાચવતા હોવાની વાત પણ આરોપીને આંખમાં કણાની માફક ખૂંચી રહી હતી. જેથી મિત્રો સાથે મળીને હાર્દિકને લૂટવા અંગે પ્લાન બનાવ્યો હતો એ પ્લાનના ભાગ રૂપે આ તમામ આરોપીઓ ચંડીગઢ ખાતે ગયેલા અને હાર્દિકની રેકી કરી હતી પરંતુ એ નહી મળતા તેને ફોન કરી મળવા બોલાવ્યો હતો જ્યાંથી અન્ય એક જગ્યા પર મૃતકને આંગડીયાના રૂપિયા આપવા જવાનું હોવાથી એક જ કારમાં તમામ સાથે નીકળ્યા હતા. ત્યારે હાર્દિકના મોઢામાં અને નાકમાં જ કાલા હિટ છાંટી અને નાયલોનની દોરીથી ગળું દબાવી મારી નાખ્યો હતો. જે બાદ આરોપીનાં મૃત દેહને મકાનનાં પાયામાં દાટી દેવાનો પ્રયાસ કર્યો હતો
આરોપીએ પણ કબુલાત કરી હતી કે, લૂટ ચલાવ્યા બાદ તમામ આરોપીઓ દિલ્લી ખાતે આવી ગયા હતા. ત્યારબાદ ત્યાંથી આંગડીયા મારફતે વિસનગર રૂપિયા મોકલી દીધા હતા. જે બાદ અહીં આવી રૂપિયા મેળવી તેને એક ખાનગી લોકરમાં પ્રદીપની પત્નીના નામે મૂકી દીધા હતા. હાલ પોલીસે લૂંટનો તમામ મુદ્દામાલ કબજે કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે અને આ ગુનો ચંડીગઢમાં નોંધાયેલો હોવાથી ચંડીગઢ પોલીસને સોપવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

આજે પશ્ચિમ બંગાળમાં પાંચમા ચરણનું મતદાન, મમતાની કિસ્મત દાવ પર