ગુલમર્ગ મુદ્દો - નરેન્દ્ર મોદીને રાહત
, ગુરુવાર, 9 ફેબ્રુઆરી 2012 (16:09 IST)
નરેન્દ્ર મોદી સહિત 56 આરોપીઓને 2002માં ગોધરાકાંડ પછી થયેલ ગુજરાત તોફાનો દરમિયાન ગુલમર્ગ સોસાયટીમાં થયેલ હત્યાકાંડ બબાતે ક્લીન ચિટ મળી ગઈ છે. વિશેષ તપાસ દળ(એસઆઈટી)એ પોતાની અંતિમ રિપોર્ટ એક સ્થાનીક કોર્ટમાં ક્લોઝર રિપોર્ટ રજૂ કરીને કહ્યુ કે આ બાબતે આરોપીઓ વિરુદ્ધ કોઈ પુરાવા નહી મળ્યા. - 2002
માં ગોધરાકાંડ પછી થયેલ ગુજરાત તોફાનો -
મોદી પર આરોપ છે કે તોફાનો દરમિયાન તેમણે નિષ્ક્રિયતા અને લાપરવાહી કરી. -
તોફાનમાં પૂર્વ કોંગ્રેસી સાંસદ અહેસાન જાફરીનું મોત થઈ ગયુ હતુ. બીજી બાજુ જાકિયા જાફરી બાબતે દાખલ એસઆઈટીની રિપોર્ટની કોપી માંગવા સંબંધી સામાજેક કાર્યકર્તા સીતલવાડ અને મુકુલ સિન્હાની અરજી પર એક મેજીસ્ટ્રેટી કોર્ટએ આજે હાઈકોર્ટ ન્યાયાલય દ્વારા નિયુક્ત એસઆઈટીને નોટિસ રજૂ કરી. મેટ્રોપોલિટન મેજીસ્ટ્રેટ એમએસ ભટ્ટની કોર્ટએ એસઆઈટીને નોટિસ રજૂ કરી અને સુનાવણી માટે 13 ફેબ્રુઆરીની તારીખ નક્કી કરી. વિશેષ તપાસ દળ એસઆઈટીએ ગઈકાલે પૂર્વ કોંગ્રેસ સાંસદ અહેસાન જાફરીની પત્ને જાકિયાની ફરિયાદ પર સીલબંદ કવરમાં ક્લોઝર રિપોર્ટ સોંપી દીધી. જો કે આ વાતની અધિકારિક ચોખવટ નથી કરવામાં આવી કે ક્લોઝર રિપોર્ટમાં મુખ્યમંત્રી મોદીને ક્લીન ચિટ મળી છે કે નહી.