Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આશારામના 244 સાધકો નિર્દોષ છુટયા

આશારામના 244 સાધકો નિર્દોષ છુટયા
ગાંધીનગર , મંગળવાર, 12 એપ્રિલ 2016 (14:34 IST)
ગાંધીનગર સેશન્સ કોર્ટે આજે એક જુના કેસમાં આસારામના ૨૪૪ સાધકોને નિર્દોષ જાહેર કર્યા છે.ગાંધીનગરની જીલ્લા કોર્ટે પુરાવાના અભાવે આ તમામ સાધકોને છોડી મુક્યા હતા.

 વર્ષ 2009માં આસારામના સમર્થકો દ્વારા મોટેરા નજીક ગુજરાતના જાણીતા અખબાર /સંદેશ /ની વિરૂધ્ધમાં એક રેલી કાઢવામાં આવી હતી. આ રેલી દરમિયાન પોલીસ અને આસારામના સાધકો વચ્ચે પથ્થરમારો તેમજ તોડફોડ થઈ હતી. આ મામલે ૨૪૪ સાધકો સામે કેસ નોંધાયો હતો. જોકે, આજે પુરાવાના અભાવે તમામને  નિર્દોષ છોડી દેવામાં આવ્યા છે.

પ્રાપ્ત થતી માહિતી મુજબ,દિપેશ-અભિષેક મૃત્યુ પ્રકરણ બાદ સંદેશ અખબારની સામે આસારામનાં સાધકો દ્વારા વર્ષ ૨૦૦૯માં ગાંધીનગરમાં રેલી કાઢીને કલેક્ટરને આવેદન પત્ર આપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. પોલીસની હાજરીમાં યોજાયેલી આ રેલીમાં સાધકો દ્વારા રેલીનાં નિયમોનો ભંગ કરતા અવ્યવસ્થા સર્જાઇ હતી. જેના પગલે પોલીસે કાયદેસરની કાર્યવાહી કરતા સાધકો સાથે પોલિસને ભારે ઘર્ષણ થયું હતું.. જેમાં પોલીસ પર હુમલો કરતા ૧૫ જેટલા પોલીસ જવાનોને ઇજાઓ પહોચી હતી.

મંજુરી વગર કાઢવામાં આવેલી આ રેલીને જ્યારે પોલીસે અટકાવવા પ્રયત્ન કર્યો ત્યારે આસારામના સાધકોએ પોલીસ સાથે અથડામણ કરી હતી. આ દરમિયાન   પોલીસના હસ્તક્ષેપથી ભડકેલા આસારામના સાધકો હિંસક બનતા પોલીસ પર પથ્થરમારો કર્યો હતો તેમજ સમગ્ર વિસ્તારમાં તોડફોડ કરી હતી. પોલીસે પરિસ્થિતિને કાબુમાં લેવા માટે લાઠીચાર્જ કરવાની તેમજ ટીયરગેસ છોડવાની ફરજ પડી હતી.  બાદમાં આ મામલે આસારામના ૨૪૪ સાધકો વિરુદ્ધ રાયોટિંગનો ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી હતી. જે અંગે ગાંધીનગર કોર્ટમાં કેસ હાથ ધરવામાં આવ્યો હતો. 

આજે હાથ ધરવામાં આવેલ સુનાવણી દરમિયાન આસારામના ૧૨૨ સમર્થકોની ઉલટ તપાસ કરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન આસારામના વકિલ બીએમ ગુપ્તાએ દલીલ કરી હતી કે,  પોલીસે રાયોટિંગનો ગુનો દાખલ કરીને જે તપાસ શરુ કરી છે તે તદ્દન ખોટી છે. કોર્ટે આ દલીલને માન્ય રાખી હતી અને આ તમામ સાધકોને નિર્દોષ જાહેર કરી તેમને મુક્ત કરવા આદેશ આપ્યા છે.રી અછતગ્રસ્ત વિસ્તારોની જાણ કરી શકાશે.

Share this Story:

Follow Webdunia gujarati