Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આજે પાલનપુરથી ભાભર ઠાકોર ક્ષત્રિય સેનાની ન્યાયયાત્રા નીકળશે

આજે પાલનપુરથી ભાભર ઠાકોર ક્ષત્રિય સેનાની ન્યાયયાત્રા નીકળશે
, ગુરુવાર, 22 સપ્ટેમ્બર 2016 (12:43 IST)
વિજાપુરમાં પાટીદારોની યાત્રાનો ફિયાસ્કો થતાં ફરીવાર ભાભરના પોલીસ કર્મીના આપઘાત કેસમાં આરોપીઓની ધરપકડના મુદ્દે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા ગુરુવારે પાલનપુરથી ભાભર સુધી ન્યાય યાત્રા કાઢવામાં આવનારી છે.  આ યાત્રાને મંજુરી મળી ન હોવાથી પોલીસ દ્વારા 300 પોલીસનો બંદોબસ્ત ગોઠવાશે અને યાત્રા કઢાશે તો કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે. ભાભર પોલીસમથકના નાગજી  સ્વરૂપજી ઠાકોરના આપઘાત કેસમાં સંડોવાયેલા આરોપીઓ ન પકડાતાં ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા 22મી સપ્ટેમ્બરે કાઢવામાં આવનારી પાલનપુરથી ભાભર વચ્ચેની ન્યાયયાત્રાને વહિવટીતંત્ર દ્વારા પરવાનગી આપવામાં આવી નથી.  છતાં પણ  ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા ગુરુવારે પાલનપુરથી ભાભર વચ્ચે ન્યાય યાત્રા કાઢવામાં આવશે. જોકે, વહિવટીતંત્ર દ્વારા આ યાત્રાને મંજુરી આપવામાં આવી નથી. આ કેસમાં આઠ સામે ફરીયાદ નોંધાઇ હતી. જેમાં બે પોલીસ કર્મીઓમાં ધર્મેન્દ્ર વાઘેલા અને અશોક ચૌધરીની પોલીસે ધરપકડ કરી સસ્પેન્ડ કર્યા હતા. જ્યારે અન્ય સાત આરોપીઓમાં હરિભાઇ આચાર્ય, વૈકુંઠરામ ઠક્કર, કે.બી.રાઠોડ, ગેનીબેન ઠાકોર, ભુરાજી ઠાકોર, હરપાલસિંહ રાઠોડ અને પીએસઆઇ આર.જી.ચૌધરી ધરપકડથી બચવા ભૂર્ગભમાં જતા રહ્યા છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ઉરી હુમલો : PAKને જવાબ મોદી એક્શનના મૂડમાં, 2 કલાક સુધી સેના પ્રમુખો સાથે કરી મીટિંગ