Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આઇઆઇટીમાં ગુજરાતના ત્રણ વિધાર્થી ઝળકયા

આઇઆઇટીમાં ગુજરાતના ત્રણ વિધાર્થી ઝળકયા
, સોમવાર, 13 જૂન 2016 (16:37 IST)
આઈઆઈટીમાં એડમિશન માટેની જેઇઇ એડવાન્સ્ડ પરીક્ષાના પરિણામ રવિવારે જાહેર થઇ ગયાં છે. આ પરીક્ષામાં જયપુરના અમન બંસલે ટોપ કર્યું છે. અમન બંસલને 372 માર્ક્સ મળ્યા છે. જેમાં ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને મેથ્સમાં 124-124 માર્ક્સ મળ્યા છે. યમુનાનગરના ભાવેશ ઢીંગરા બીજા અને જયપુરનો જ કુણાલ ગોયલે ત્રીજા નંબરે મેળવ્યો છે. છોકરીઓમાં કોટાની રિયા સિંહ ટોપર રહી છે. તેનું ઓલ ઇન્ડિયા રેન્કિંગ 133 છે.
ગુજરાતમાંથી ત્રણ વિદ્યાર્થી ટોપ-100માં ક્વોલિફાય થયા છે. જેમાંથા બે વિદ્યાર્થીઓ વડોદરા અને એક અમદાવાદનો છે. વડોદરાથી શિવમ પટેલે ટોપ 100માં 39મું સ્થાન મેળવ્યું છે. જ્યારે વડોદરાના જ યશ શાહે 47મો રેંક હાંસલ કર્યો છે. તો અમદાવાદના પાર્થ શાહ 91માં સ્થાને છે.

ઉલ્લેખનીય છે કે જેઈઈ એડવાન્સ્ડ માટે 22 મેના રોજ 1.47 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી 36566 સ્ટુડન્ટ્સે ક્વોલિફાય કર્યું છે. જેમાં 4570 વિદ્યાર્થીનીઓ છે.ચાર નવા IITs શરૂ થતા આ વર્ષે જેઈઈ હેઠળ 10575 સીટો પર એડમીશન થઈ શકે છે. ગયા વર્ષે 10006 સીટો હતી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

પોલીસનું અઘમ કૃત્ય