Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અમદાવાદ-રાજકોટ હાઇવે છ લેનનો બનશે

અમદાવાદ-રાજકોટ હાઇવે છ લેનનો બનશે
, શુક્રવાર, 15 જુલાઈ 2016 (12:40 IST)
ગુજરાતમાં સૌથી વધુ વ્યસ્ત પૈકીના એક હાઇવે એટલે કે રાજકોટ-અમદાવાદ હાઇવેને રૂ.રપ૦૦ કરોડના ખર્ચે ફોરલેનમાંથી સિકસ લેનનો બનાવવા માટેની દરખાસ્તને સરકારે મંજુરી આપી દીધી છે. આ સિકસ લેનનો અમદાવાદ-રાજકોટ હાઇવે પબ્લીક પ્રાઇવેટ પાર્ટનરશીપ (પીપીપી) અંતર્ગત વિકસાવવામાં આવશે.

 બુધવારે મુખ્યમંત્રી આનંદીબેન પટેલે પોતાના સીનીયર પ્રધાનો સચીવો સાથે એક બેઠક યોજી હતી અને રપ૦૦ કરોડના ખર્ચે ર૦૧ કિ.મી.ના રાજકોટ-અમદાવાદ હાઇવેને પહોળો કરવાના પ્રોજેકટને મંજુરી આપી હતી. અનેક વર્ષોથી આ હાઇવેને ફોર લેનમાંથી સિકસ લેનનો કરવા માંગણી હતી જેનો આખરે રાજય સરકારે સ્વીકાર કર્યો છે.

      માર્ગ અને મકાન મંત્રી નીતિનભાઇ પટેલે જણાવ્યુ હતુ કે, રાજય સરકારે અમદાવાદ-રાજકોટ હાઇવેને સિકસ લેનનો કરવા માટે ટોચની અગ્રતા આપી રહી છે. ટુંક સમયની અંદર જ ડિઝાઇન અને બીજી બાબતો ફાઇનલ કરી લેવામાં આવશે. પીપીપી સહિતના વિકલ્પો ઉપર પણ વિચારણા કરવામાં આવી રહી છે. આવતા કેટલાક મહિનાઓમાં આ હાઇવે પરનું ગ્રાઉન્ડ વર્ક પણ શરૂ કરી દેવામાં આવશે.

      ભારત સરકારે આ દરખાસ્તને લીલીઝંડી આપી દીધી છે અને રાજય સરકારને પીપીપી આધારિત આ પ્રોજેકટમાં આગળ વધાવાના નિર્દેશો આપ્યા છે. રાજય અને કેન્દ્ર સરકારે ડિટેઇલ પ્રોજેકટ રિપોર્ટ પણ મંજુર કરી દીધેલ છે.

      આ ઘટનાક્રમ સાથે સંકળાયેલા સીનીયર અધિકારીએ જણાવ્યુ છે કે, મુખ્યમંત્રી આનંદીબેને આ પ્રોજેકટના અમલમાં ઝડપ લાવવાના આદેશો આપ્યા છે. ટુંક સમયની અંદર જ પીપીપી પાર્ટનરની પસંદગી માટેના ટેન્ડરો જારી કરવામાં આવશે.

      સુત્રોએ જણાવ્યુ હતુ કે, આ સિકસલેનનો હાઇવે બનતા અકસ્માતોનું પ્રમાણ ઘટી જશે. આ ઉપરાંત હાઇવે સાથેના ગામડાઓ અને શહેરોને નવા સર્વિસ રોડ મળશે કે જેથી ટ્રાફિકની સમસ્યા નહી રહે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

હાર્દિક પટેલ જેલમાંથી બહાર, પાટીદાર પ્રભુત્વ ધરાવતા વિસ્તારોમાં રોડ-શો કરશે, કાલે સૌરાષ્ટ્રમાં