Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

બ્લેક મનીની યાદીમાં આવનાર કોણ છે ગુજરાતના પંકજ લોઢિયા ?

બ્લેક મનીની યાદીમાં આવનાર કોણ છે ગુજરાતના પંકજ લોઢિયા ?
રાજકોટ , સોમવાર, 27 ઑક્ટોબર 2014 (18:10 IST)
બ્લેક મની મામલે સરકારે સુપ્રીમ કોર્ટમાં આપેલી ત્રણ ભારતીયોની યાદીમાં રાજકોટના સોની પંકજ ચીમનલાલ લોઢિયાનુ નામ જાહેર થયુ છે. બુલીયનનો આંતરરાષ્ટ્રીય વેપાર કરતા પંકજ લોઢિયાનુ નામ જાહેર થતા અચાનક તે લાઈટમાં આવી ગયા છે.  આજે સમગ્ર દિવસ દરમિયાન મીડિયાના ખાણ ખોદિયા પત્રકારો લોઢિયાની પાછળ રહ્યા હતા. જો કે કાળા નાણાની યાદીમાં પંજ લોઢિયાનું નામ આવત તેમણે અધિકૃત રીતે ખુલાસો કરતા કહ્યુ કે મારુ સ્વીસ બેંકમાં કોઈ એકાઉંટ નથી. 
 
પંજજ લોઢિયાની શ્રીજી ગ્રુપની કંપની સોના ચાંદીના બુલિયન માર્કેટ અને પ્રોપર્ટી માર્કેટમાં કાર્યરત છે. પંકજભાઈની શ્રીજી ઓરનામેંટસ પ્રાઈવેટ લોમિટેડ દેશ વિદેશમાં દાગીના બનાવવામાં જાણીતુ નામ મનાય છે. પંકજભાઈની પ્રોપર્ટી માર્કેટમાં શ અને સ નામથી શરૂ થતી અનેક કમર્શિયલ અને રહેણાંક સ્કીમો શહેરમાં મુકી હતી. 
 
સોનાની લે વેચમાં 15 વર્ષથી કામ કરતી પંકજ લોઢિયાની શ્રીજી કંપની લંડન બુલિયન મર્ચંટ એસોસિએશનમાં સભ્ય અને સોનાની આયાતનું મોટુ કામ કરે છે. પંકજ લોઢિયાની તત્વ જવેલર્સની જવેલરી પણ ફેમસ છે. 
 
પંકજ લોઢિયાને શ્રીજી કંપની સાથે સંલગ્ન મુંબઈ. પુના. અમદાવાદ,સુરત, હૈદરાબાદ વિજયવાડા કલકત્તા. જયપુર. કોચી. બેંગ્લોર સહિતના શહેરોમાં ઓફિસો છે. પંકજ લોઢિયાની શ્રીજી ટ્રેડિંગ કંપની સોનાના બિસ્કીટ અને સોનાના દાણાનું વેચાણનું સૌરાષ્ટ્રમાં મોટુ કામ છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati