Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

વડોદરામાં બે કોમ વચ્ચે ઉગ્ર અથડામણ 10થી વધુ વાહનોને આગ ચંપાઇ

વડોદરામાં બે કોમ વચ્ચે ઉગ્ર અથડામણ  10થી વધુ વાહનોને આગ ચંપાઇ
વડોદરા , ગુરુવાર, 25 સપ્ટેમ્બર 2014 (21:27 IST)
વડોદરા શહેરના બે જુથો વચ્ચે ઉગ્ર પથ્થરમોરો થયો. તોફાનીઓએ 10થી વધુ વાહનોને આગચંપી કરતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. નોંધપાત્ર છે કે, શહેરમાં ગણેશોત્સના પ્રારંભે પણ કોમી તોફાનો ફાટી નીકળ્યા હતા. આખી ઘટના પાછળ સોશિયલ મીડિયા જવાબદાર છે. ઇન્ટરનેટ ઉપર મુસ્લીમોના પવિત્ર ગણાતા મક્કા મદીનાના ફોટા ઉપર હિન્દુ ભગવાનનો ફોટો લગાવ્યો હતો. કારણે એક કોમની ધાર્મિક લાગણી દુભાતા મોટું ટોળું રસ્તા પર આવી ગયું હતું.
 
.ટોળાઓએ બચાવ માટે આવેલ ફાયરબ્રિગેડના ઓફિસરો ઉપર પણ હુંમલો કર્યો હતો. આ ઘટનાની જાણ થતાં પોલીસે તાત્કાલીક ઘટના સ્થળ પહોંચીને પસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસે 10 જેટલા ટીયર ગેસ છોડ્યા હતા.

Share this Story:

Follow Webdunia gujarati