Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ટ્વીટર ટાઉનહોલમાં જનતાના હજારો પ્રશ્નોની રજુઆતથી સીએમ રૂપાણી હાંફે ચડ્યાં

ટ્વીટર ટાઉનહોલમાં જનતાના હજારો પ્રશ્નોની રજુઆતથી સીએમ રૂપાણી હાંફે ચડ્યાં
, શુક્રવાર, 23 સપ્ટેમ્બર 2016 (17:15 IST)
webdunia
ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જનતા સાથે સીધો સંવાદ સાધવા આધુનિક ટેકનોલોજીમાં ટ્વિટરનો સહારો લીધો હતો અને આજે શુક્રવારે ટ્વિટર ટાઉનહોલ યોજ્યો હતો.   સીએમ રુપાણીએ યોજેલા ટ્વિટર ટાઉનહોલમાં હજારો ટ્વિટરપ્રેમીઓએ પોતાની સરકારના વડાને મૂંઝવી નાંખે એવા હજારો સવાલોનો મારો ચલાવ્યો હતો. જોકે સીએમ રુપાણીએ બને ત્યાં સુધી મુદ્દા આધારિત પ્રશ્નોના પોતાના @vijayrupanibjp પર જવાબ આપી દીધાં છે.  સુત્રોમાંથી જાણવા મળ્યા મુજબ વિજય રૂપાણીને ટ્વીટર પર 30 હજારથી વધુ પ્રશ્નો પુછવામાં આવ્યા હતા. પાટીદાર અનામત આંદોલન, ફિક્સ પગારદારો, સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકોનો સરકારી કાર્યક્રમમાં ઉપયોગ, દલિતોની માંગ, મોંઘવારી જેવા ગુજરાતના સળગતા પ્રશ્નોથી સીએમ વિજય રૂપાણીને અકળાવી નાંખ્યા હતા. સીએમ રુપાણીને પોતાના આ ટાઉનહોલમાં જનતાએ જે પ્રશ્નો સૌથી વધુ પ્રશ્નો ફિક્સ પે સંદર્ભે પૂછાયાં હતાં. મુખ્યપ્રધાનને આ સાથે ટેરરિઝમ, બૂટલેગિંગ સહિત પાટીદાર અનામત, ભરતી, પીવાનું શુદ્ધ પાણી,વધુ પડતાં વેરા, ટ્રાફિક, રખડતાં ઢોર પર પ્રશ્નો પૂછાયાં હતાં. સીએમ રુપાણીએ પોતાના ટ્વિટર ટાઉનહોલને મળેલી સફળતા માટે જનતાનો આભાર પણ ટ્વિટર પર માની લીધો હતો. અને આટલા બધા ટ્વિટનો જવાબ આપવો શકય ન હોઈ તેમણે રેન્ડમલી ટ્વીટ લઈને જવાબ આપવાનો પ્રયત્ન કર્યો હતો. તો આ ટાઉનહોલની બીજી બાજુ પણ હતી. મુખ્યપ્રધાનના આ ટ્વિટર ટાઉનહોલમાં કોંગ્રેસ આઈટી સેલ અને પાટીદારોએ આકરા પ્રશ્નોનો મારો ચલાવ્યો હતો. ગુજરાતના ઉત્સવો, મેળાવડાઓ પર સરકાર દ્વારા લાખો રૂપિયાના ખર્ચાના સંદર્ભે જનતાએ બળાપો વ્યકત કર્યો હતો.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અમદાવાદને વર્લ્ડ હેરિટેજનો દરજ્જો 37 લાખનું આંધણ કરાવશે