Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

વડોદરાના કોર્પોરેટર જ્યોતિ પંડ્યાની કારને અકસ્માત, પતિનું મોત

વડોદરાના કોર્પોરેટર જ્યોતિ પંડ્યાની કારને અકસ્માત, પતિનું મોત
, ગુરુવાર, 4 ફેબ્રુઆરી 2016 (14:45 IST)
વડોદરા શહેરના ભાજપના કાઉન્સિલર જ્યોતિ પંડ્યાની કારને અકસ્માત નડતા તેમના પતિનું મોત થયુ છે. વડોદરાના વોર્ડ નંબર 15માંથી ભાજપ તરફથી ચૂંટાયેલ કોર્પોરેટર જ્યોતિ પંડ્યા તેમના પરિવાર સાથે કચ્છ તરફ જઈ રહ્યા હતા ત્યારે ભચાઉ  પાસે કાર અકસ્માત થયો હતો. 
 
બુધવારે રાતે ક્વોલિસ કારને થયેલો આ અકસ્માત એટલો ગંભીર હતો કે જ્યોતિબહેનના પતિ દિનેશ પંડ્યાનું મો થયુ હતુ. અકસ્માતમાં જ્યોતિબહેન અને તેમનુ દીકરો દુર્ગેશ ઘવાયા છે અને તેમને બચાઉ પાસેની હોસ્પિટલમાં ઈમરજંસી સારવાર ખાતે ખસેડવામાં આવ્યા છે. 

Share this Story:

Follow Webdunia gujarati