Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ટ્રીન.. ટ્રીન.. ગ્રીન.. ગ્રીન.. પ્રોજેક્ટ - G-Bike ની ભારત સરકાર દ્વારા best NMT categoryમાં રાષ્ટ્રીય કક્ષાના એવોર્ડ માટે પસંદગી

ટ્રીન.. ટ્રીન.. ગ્રીન.. ગ્રીન.. પ્રોજેક્ટ - G-Bike ની ભારત સરકાર દ્વારા  best NMT categoryમાં રાષ્ટ્રીય કક્ષાના એવોર્ડ માટે પસંદગી
, ગુરુવાર, 3 નવેમ્બર 2016 (11:17 IST)
ગાંધીનગર શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા ગ્લોબલ વોર્મિંગના પડકાર સામે જનચેતના જાગે, આરોગ્ય જળવાય અને સામાન્ય માનવીને ગાંધીનગર શહેરમાં એક સ્થળેથી બીજા સ્થળે પરિવહન કરવામાં સુવિધા રહે તેવા

આશયથી સાયકલશેરીંગનો ટ્રીન.. ટ્રીન.. ગ્રીન.. ગ્રીન.. પ્રોજેક્ટ એટલેકે G-Bike પ્રોજેક્ટ અમલમાં છે. આ પ્રોજેક્ટને ભારત સરકારના શહેરી વિકાસ વિભાગ દ્વારા રાષ્ટ્રીય કક્ષાના એવોર્ડ માટે પસંદગી કરાઇ. ગાંધીનગર શહેરી વિકાસ સત્તામંડળ-ગુડાના મુખ્ય કારોબારી અધિકારી ના જણાવ્યાનુસાર સત્તામંડળ દ્વારા પ્રાયોગિક ધોરણે જન-ભાગીદારીથી કુલ ૧૧ સ્થળોએ સાયકલ સ્ટેન્ડ સૂચિત કરાયેલ છે. તથા ૧૦૦ જેટલી સાયકલથી આ પ્રોજેક્ટ હાથ ધરાયેલ છે. ગુડાના આ સાયકલ શેરિંગ પ્રોજેક્ટ હેઠળ રોજના આશરે ચારસો જેટલા પર્યાવરણ પ્રેમીઓ લાભ લે છે. જેમાં આગામી સમયે કુલ ૨૦ સ્ટેન્ડ અને ૪૦૦ સાયકલોનો ઉમેરો કરવાની કાર્યવાહી પ્રગતિ હેઠળ છે. ગુડાના ટ્રીન.. ટ્રીન.. ગ્રીન.. ગ્રીન.. પ્રોજેક્ટ G-Bike ને કેન્દ્ર સરકારના શહેરી વિકાસ વિભાગ દ્વારા “અર્બન મોબિલીટી ઇન્ડિયા-૨૦૧૬ કોન્ફરન્સ અને એક્સપો” અંતગત “best NMT category” માટે નોમિનેટ કરવામાં આવેલ છે. જેમાં સીલેક્શન કમિટી સમક્ષ મુખ્ય કારોબારી અધિકારી  અશોક શર્મા દ્વારા પ્રેઝન્ટેશન કરવામાં આવેલ. જેમાં એવોર્ડ પસંદગી સમિતીની ભલામણના આધારે શહેરી વિકાસ વિભાગ, ભારત સરકાર, દ્વારા “G-Bike - સાયકલ શેરિંગ પ્રોજેક્ટ-ગુડા” ની આ એવોર્ડ માટે પસંદગી કરેલ છે. આગામી તા. ૦૮-૧૧-૨૦૧૬ થી ૧૧-૧૧-૨૦૧૬ દરમિયાન મહાત્મા મંદિર ખાતે યોજાનાર “અર્બન મોબિલીટી ઇન્ડિયા-૨૦૧૬ કોન્ફરન્સ અને એક્સ્પો”માં આ એવોર્ડ અર્પણ કરાશે. ગુડાના ચેરમેન શ્રી આશિષકુમાર દવે દ્વારા ગુડાની ટીમને આ સફળતા બદલ અભિનંદન પાઠવવામાં આવ્યા છે.મુખ્‍યમંત્રી   વિજયભાઇ રૂપાણીની આજે ગાંધીનગરમાં પર્યાવરણ સુરક્ષાના સંદેશ સંવાહક ‘ગો - ગ્રીન’ ના ૧૫ જેટલાં સાયકલીસ્‍ટએ મુલાકાત લઇ શુભેચ્‍છાઓ મેળવી હતી.
    આ સાયકલસવારો સુરતથી અંબાજીની ૫૦૦ કિલોમીટરની સાયકલ યાત્રા પર્યાવરણ જાળવણીના સંદેશ સાથે તા. ૩૦ ઓક્ટોબર થી તા. ૫ નવેમ્‍બર સુધી કરી રહ્યા છે.
આ પ્રવાસ યાત્રા દરમિયાન તેમણે ૨૩૦ જેટલાં છોડ - ઝાડ રોપીને ગ્‍લોબલ વોર્મિંગ સામે પર્યાવરણ જતનનો સંકલ્‍પ દોહરાવ્‍યો છે.  અત્રે એ નિર્દેશ કરવો આવશ્‍યક છે કે, પૂના સ્‍થિત બે ગુજરાતી યુવકો શ્રી પરાગ ભાયાણી અને ધિમંત ભાયાણીએ અઢાર માસ પહેલા ઇંધણ - બળતણમુક્ત પર્યાવરણપ્રિય ટ્રાન્‍સપોર્ટેશનનો રોજિંદો કામકાજમાં ઉપયોગ કરવાના હેતુથી ગો-ગ્રીન તહેત સાયકલસવારીનો નૂતન અભિગમ અપનાવ્‍યો હતો. આજે ૨૨ જેટલા સાયકલસવારો ધરાવતું આ ગૃપ પર્યાવરણ જાળવણી ઉપરાંત સ્‍વાસ્‍થ્‍ય અને તંદુરસ્‍તી - સ્‍ફૂર્તિ માટે સાયકલીંગનો વિકલ્‍પ પસંદ કરીને સૌથી સરળ અને સસ્‍તા યાતાયત માધ્‍યમ તરીકે સાયકલનો ઉપયોગ કરે છે. અત્‍યાર સુધીમાં પૂનાથી લોનાવાલા, પૂનાથી મુંબઇ, પૂનાથી સુરત, પૂનાથી કોલ્‍હાપૂર એમ ચાર સાયકલ યાત્રાઓ દ્વારા પર્યાવરણ જતન અને વૃક્ષારોપણની સમાજ સંવેદના જગાવ્‍યા બાદ હવે તેઓ સુરતથી અંબાજીની સાયકલ યાત્રાએ નીકળ્યા છે.

મુખ્‍ય મંત્રી એ આ યુવાઓને પર્યાવરણ સુરક્ષા સાથે વૃક્ષ જતન માટેના તેમના ઉમદા પ્રદાનની પ્રસંશા કરી શુભેચ્‍છાઓ આપી હતી અને તેમનું આ કાર્ય અન્‍ય યુવાઓ માટે પ્રેરણાદાયક બની રહેશે એવી અપેક્ષા વ્‍યક્ત કરી હતી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ઈગ્લેંડ વિરુદ્ધ ટેસ્ટ શ્રેણી માટે ટીમ ઈંડિયાનુ એલાન