Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાત : મણિનગરમાં સગીર યુવતીએ ગેંગરેપનો આરોપ લગાવ્યો, 5ની ધરપકડ

ગુજરાત : મણિનગરમાં સગીર યુવતીએ ગેંગરેપનો આરોપ લગાવ્યો, 5ની ધરપકડ
અમદાવાદ. , શનિવાર, 1 ઑગસ્ટ 2015 (12:10 IST)
ગુજરાતના અમદાવાદના મણિનગરની એક હોટલમાં એક 17 વર્ષની સગીર યુવતીએ પાંચ લોકો પર ગેંગરેપનો આરોપ લગાવ્યો છે. પોલીસની ફરિયાદ પછી પાંચેય આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. 
 
પોલીસને કરેલ પોતાની ફરિયાદમાં સગીર યુવતીએ આરોપ લગાવ્યો કે તેનો એક મિત્ર તેને હોટલમાં લઈ ગયો અને પછી તેણે બીજા ચાર લોકોને પણ ત્યા બોલીવી લીધા. 
 
શહેરના કાગડાપીઠ વિસ્તારમાં આવેલી સિલ્વર સ્ક્રીન હોટલની રૂમમાં સગીરા પર ગેંગરેપ કરનાર પાંચ યુવકોની પોલિ. ધરપકડ કરી છે જ્યારે કે એક વ્યક્તિ ફરાર છે. 
 
26 જુલાઈના રોજ પીડિત સગીરા મણિનગરના જયહિંદ ચાર રસ્તા પાસે આવેલ મંદિરમાં ગઈ હતી ત્યારે તેના બોયફ્રેન્ડ ઝફરનો ફોન આવ્યો હતો અને તેને મળવા બોલાવી હતી. 
 
ઝફરને મળવા ગયેલી પીડિત સગીરા લાંબા સમય સુધી ઘરે પાછી ન આવતા તેના પરિવારજનોએ મણિનગર પોલીસ સ્ટેશનમાં અપહરણની ફરિયાદ કરી હતી. 
 
જો કે સગીરાએ પાછળથી ઘરે આવીને તેના પરિવારના લોકોને તેની સાથે થયેલા દુષ્કર્મની વાત કરતા પોલીસ સ્ટેશનમાં બળાત્કારની ફરિયાદ કરવામાં આવી હતી. ઝફરે હોટલની રૂમમાં સગીરા પર પોતે રેપ કર્યા પછી તેના મિત્રોને પણ બોલાવ્યા હતા. હોટલની રૂમમાં સગીરા પર સામુહિક બળાત્કાર થયો હતો. 
 
મણિનગર પોલીસે પાંચ યુવકોની ધરપકડ કરી છે અને ફરાર થયેલા છઠ્ઠા આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા.  

Share this Story:

Follow Webdunia gujarati