Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતના સુપ્રસિધ્ધ સંગીતકાર બૈજુબાવરાએ 'મૃગરજની ટોડી રાગ આલાપી હરણાને અકબરની મિજલસમાં પહોંચાડ્યું

ગુજરાતના સુપ્રસિધ્ધ સંગીતકાર બૈજુબાવરાએ 'મૃગરજની ટોડી રાગ આલાપી હરણાને અકબરની મિજલસમાં પહોંચાડ્યું
, ગુરુવાર, 3 નવેમ્બર 2016 (12:39 IST)
વડનગરને આંગણે તારીખ 9 અને 10 નવેમ્બરના રોજ તાનારીરી મહોત્સવની ઉજવણીના પડઘમ વાગી રહ્યા છે  આ મહોત્સવને સાંગોપાંગ પાર ઉતારવા માટે વહીવટી તંત્ર  પ્રયત્નશીલ રહ્યું છે. ત્યારે  ઉત્તર ગુજરાતની આર્નતધરા સંગીતની સુરાવલી સાથે તન્મય થઇને ડોલવા લાગશે. આવા મનલુભાવન પ્રસંગને સાર્થક કરવા આવો આજે આપણે ગુજરાતના સુ્પ્રસિધ્ધ સંગીતકાર બેજુબાવરાની સંગીત સાધનાનો પરિચય કેળવીએ .નારદ સંહિતામાં એક સુંદર શ્ર્લોક છે.
 
ખગા:ભૃગા: પંતગાશ્ર્વ કુરંશ્રધોપિજન્તવ:
સર્વ એવ પ્રક્ષીયન્તે ગીત વ્યાક્ત દિગન્તરે
 
એટલેકે હે નારદ,પક્ષીઓ,ભમરાઓ,પતંગીયા,કીટકો,હરણા વગેરે જીવજંતુઓને પણ સંગીત સાથે પ્રેમ હોય છે.સંગીત વિના આ સૃષ્ટીનું કોઇ પણ સ્થળ ખાલી નથી આ શ્ર્લોકનો સાદો અને સરળ અર્થ એવો થાય છે કે સંગીત એક સર્વ વ્યાપી ઇશ્વરીય તત્વ છે અને તે પરમાત્માની જેમ સમ્રગ સુષ્ટીને શારીરીક, માનિસક, તેમજ આધ્યાત્મિક સંચેતના બક્ષે છે.મોગલ યુગના મહાન શહેનશાહ અને સંગીતપ્રેમી સમ્રાટ અકબરના દરબારમાં વિવિધ પ્રકારની સ્પર્ધાઓ યોજાતી રહેતી હતી. એક વખત સંગીતની હરિફાઇ પણ યોજાઇ આ સ્પર્ધા દરબારમાં નહીં પંરતુ આગ્રાની નજીક આવેલા જંગલ પ્રદેશમાં યોજવામાં આવી. જેમાં મુખ્ય હરિફો સંગીત સમ્રાટ તાનસેન અને બૈજુ બાવરા હતા.તાનસેનજી એટલા મહાન સંગીતકાર હતા કે તેઓ દીપક રાગ ગાઇને ઓલવાયેલા દીપકને પાછો સળગાવતા હતા એટલુંજ નહી રાગ મેઘ મલ્હાર ગાઇને વિખરાયેલા વાદળોને ઘટાટોપ કરી વરસાવતા એવા મહાન સંગીતકાર સાથે સ્પર્ધા કરવી કંઇ સામાન્ય માણસના ખેલ ન હતા છતાં બૈજુબાવરા સ્પર્ધા કરવા તૈયાર થઇ ગયો સ્પર્ધા શરૂ થઇતાનસેનજીએ રાગ ટોડી આલાપ્યો  એની સ્વર લેહરીઓ ગાઢ અરણ્યમાં ગુંજવા લાગી સુરાવલીઓ પાંદડે પાંદડે પ્રસરી રહી. આ સ્વર લહરીઓ વનમાં ચરતા હરણોને સ્પર્શી ગઇ.  વનપ્રદેશ ગુંજી ઉઠ્યો હરણોનું એક ટોળું દો઼ડતું દોડતું તાનસેનજી પાસે આવી ગયું સમ્રગ વાતાવરણ સંગીતથી તરબરતર થઇ ગયું. ભાવવિભોર બની ગયેલા તાનસેને પોતાના ગળામાંથી માળા કાઢીને મૃગલાની ડોકમાં પહેરાવી દીધી.આમ કરવા જતાં તેમના સંગીતમાં જે ટપકતુ રસ માર્ધુર્ય અટકી ગયું ,સંગીતનો પ્રવાહ ખોટકાઇ ગયો તેથી સંમોહિત થેયેલા હરણાનું ટોળું દોડીને પાછું જંગલમાં ભાગી ગયું. હવે વારો આવ્યો બૈજુબાવરાનો. બૈજુ બાવરાએ રાગ મૃગ રજની ટોડી આલાપી,ધીમે ધીમે એના સંગીતની જાદુઇ અસર થવા માંડી. જંગલમાં ઉંડાણ સુધી સંગીતના સ્વર કંપનો પ્રસરતા રહ્યા તેની અસર હરણો ઉપર થવા લાગી પરંતુ રાગ મૃગ રજનીટોડીની અસર માત્ર એકજ હરણા ઉપર જબરજસ્ત થઇ અને તે હરણ દોડતું દોડતું મિજલસ,,સંગીત જલસો જ્યાં યોજાયો હતો તે સ્થળે આવી પહોંચ્યું. આ તે હરણું હતું કે જેની ડોકમાં સંગીત સમાર્ટ તાનસેનજીએ માળા પહેરાવી હતી આખી સભા આ દશ્ય તેમજ બૈજુ બાવરાની સંગીતકલા જોઇને સ્તબ્ધ બની ગઇ. આસ્પર્ધા થી ગુજરાતના બૈજુ બાવરાએ સાબિત કરી આપ્યું કે, સંગીતના કંપનો  શબ્દો,સુરાવલીઓમાં એવી કોઇક ગજબની શક્તિ અને સંમોહન પડેલા છે તેનો ઉપયોગ કરીને જોજનો દુર રહેલા  કોઇ પણ પ્રાણી સુધી સંદેશો પહોંચાડી શકાય છે. નવાઇની વાત એ છેકે બૈજુ બાવરા અને તાનસેનના સંગીત ગુરૂ સ્વામી હરિદાસજી હતા.એકજ ગુરૂના બે શિષ્યો વચ્ચે થયેલી આ સ્પર્ધા ભારતમાં સૌથી ઉંચી કક્ષાની સંગીત સ્પર્ધા માનવામાં આવે છે. કહેવાય છેકે મધ્યપ્રદેશના ગુના જિલ્લામા આવેલા ચંદેરીના કછવાહ રાજા રાજસિંહને અનિદ્રાનો રોગ હતો.ગુરૂ હરિદાસજીને  આજ્ઞા માથે ચડાવી બૈજુ બાવરાએ 'રાગ પુરીયા' મહારાજા રાજસિંહને સંભાળાવ્યો હતો અને તેમને અનિદ્રાના રોગમાંથી ઉગારી લીધા હતા.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

બૈજુ બાવરાના સંગીતથી પ્રભાવિત થયેલા શહેનશાહ હુમાયુએ મધ્યપ્રદેશના માંડુની કતલ અટકાવી