Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અનાથ બાળકો અને ગૌશાળાની સહાય માટે સુરતમાં આયોજિત ડાયરો વિશાળ જનસમુદાયની ઉપસ્થિતિમાં સંપન્ન

અનાથ બાળકો અને ગૌશાળાની સહાય માટે સુરતમાં આયોજિત ડાયરો વિશાળ જનસમુદાયની ઉપસ્થિતિમાં સંપન્ન
સુરત , શનિવાર, 17 સપ્ટેમ્બર 2016 (15:15 IST)
સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટી દ્વારા આયોજિત ગણેશ ઉત્સવના અવસર પર ડાયરાનું આયોજન 14 સપ્ટેમ્બરે રિદ્ધિ સિદ્ધિ ફાર્મ, સીમાડા નાકા, સુરત ખાતે જોયવામાં આવ્યો હતો. ડાયરાનું આયોજન અનાથ બાળકો અને ગૌશાળાની સહાય માટેસરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટીએ શ્રી સર્વોદય સેવાભાવી સંસ્થા (ખેતી બચાઓ...ખેડૂત બચાઓ) દ્વારા કરવામાં આવ્યું હતું. ડાયરામાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સુરતવાસીઓએ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
webdunia

મુંબઈથી આવેલા અતિથિ વિશેષ સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ દશરથભાઈ પારેખ,ઉપાધ્યક્ષ કલ્પેશભાઈ પારેખ,મહારાષ્ટ્ર પ્રદેશ અધ્યક્ષ ભરતભાઈ રાઠોડ અને ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જિગરકુમાર કોઠિયા,પાર્ટીના નિરીક્ષક સંજય ગાંધી,ગુજરાત રાજ્ય મીડિયા ચીફ દિલીપભાઈ પટેલ, સુરત જિલ્લા પ્રમુખ નાથાભાઈ વિરાણી,સુરત જિલ્લા યુવા મહામંત્રી જિગ્નેશભાઈ વિરાણી, જામનગર જિલ્લા યુવા અધ્યક્ષ વિકીભાઈ પટેલ વગેરેએ દીપ પ્રગટાવ્યા બાદ ભારતમાતાની પૂજા કર્યા બાદ કાર્યક્રમની શરૂઆત થઈ.અલ્પાબહેન પટેલ,અશોકભાઈ માણિયા,મધુરભાઈ હડિયા, મનસુખભાઈ બિલોરી જેવા કલાકારોએ કાર્યક્રમને ચારચાંદ લગાવી દીધો. કાર્યક્રમમાં પાર્ટીના સુરત જિલ્લા સંગઠન મંત્રી દિનેશભાઈ વિરાણી,ગુજરાત રાજ્ય સંગઠન મહામંત્રી રમેશભાઈ રાદડિયા,સુરત જિલ્લા યુવા પ્રમુખ પિયુષભાઈ મોવાલિયા,સુરત જિલ્લા યુવા સંગઠન મંત્રી વિનોદભાઈ અહિર,ઓલપાડ તાલુકા કાર્યકારી પ્રમુખ મધુભાઈ અણઘણ,ગુજરાત રાજ્ય યુવા સલાહકાર મંત્રી ચિરાગભાઈ કથિરિયા,મનશુખભાઈ કોઠીયા તથા પાર્ટીના તમામ પદાધિકારીઓ અને કાર્યકર્તાઓએ કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી.જેને માટે સુરત જિલ્લા પ્રમુખ નાથાભાઈ વિરાણી,સુરત જિલ્લા યુવા મહામંત્રી જિગ્નેશભાઈ વિરાણી,ગુજરાત રાજ્ય મીડિયા ચીફ દિલીપભાઈ પટેલે કાર્યક્રમને સફળ બનાવવા માટે સુરતની જનતા અને પાર્ટીના લોકોના આભાર માન્યો હતો.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

પીએમનું લીમખેડામાં ભવ્ય સ્વાગત, 1857ના સંગ્રામની શરૂઆત દાહોદથી થાય છે. એક પણ આદિવાસી એવો નથી જેણે અંગ્રેજોના દાંત ખાટા ન કર્યા હોય- પીએમ મોદી