Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સુરતની હીરાની કંપનીમાં 1000 કરોડની અસ્કયામતો પકડાઇ

સુરતની હીરાની કંપનીમાં 1000 કરોડની અસ્કયામતો પકડાઇ
સુરત, , બુધવાર, 22 જૂન 2016 (13:44 IST)
સુરતના કતાર ગામના એક ડાયમન્ડ યુનિટમાં હાથ ધરવામાં આવેલી છ મહિનાની લાંબી તપાસ બાદ અંદાજે ૧ હજાર કરોડ રુપિયાનું બિનહિસાબી નાણા આઈટી વિભાગે ઝડપી પાડ્યા છે. આ અંગે આઈટી વિભાગે ચાર્જશીટ તૈયાર કરી સેન્ટ્રલ સર્કલ વિભાગને મોકલી છે. 

જ્યાં ૧ હજાર કરોડ રુપિયાની મિલકતના હિસાબોનુ એસેસમેન્ટ થશે અને ત્યારબાદ મિલકત જપ્ત   કરવાની પણ કાર્યવાહી હાથ ધરાશે. સમગ્ર આવકવેરા વિભાગમાં  આ કેસને  ચોંકાવનારો ગણવામાં આવી રહ્યો છે. તેમજ અત્યાર સુધી ભારતના આઈટી ઈતિહાસમાં આ ઓપરેશનને સૌથી સફળ સર્ચ ઓપરેશન ગણવામાં આવી રહ્યુ છે.

દેશના શ્રેષ્ઠ સર્ચ ઓપરેશન કેસની સ્ટડી માટે તેનો રીપોર્ટ દિલ્હી સ્થિત  સેન્ટ્ર્‌લ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ વિભાગને પણ મોકલવામાં આવશે.આઈટીના સુત્રોના જણાવ્યા મુજબ, દેશમાં પ્રથમ વખત કોઈ સર્ચ ઓપરેશનમાં કાળુ નાણું ક્યાં ગયુ, ક્યાંથી આવ્યુ, તેની સમગ્ર કડીઓને જોડવામાં આવી છે. ડાયમંડ લાઈસન્સધારક એક અને બે નંબરના હિસાબો પેરેલલ ચલાવતો હતો.

રફ ડાયમંડની આયાત કરીને લોકલ માર્કેટમાં વેચી દેવાતા હતા. અને તેની કમાણીને ટેક્સટાઈલ ઉદ્યોગમાં લગાવવામાં આવતી હતી. તેમજ કેટલાક નાણાં ૧૫થી ૧૮ ટકાના વ્યાજદરે બજારમાં ફેરવવામાં આવતા હતા. તો કેટલાક રુપિયા રીયલ એસ્ટેટ ક્ષેત્રમાં પણ રોકવામાં આવ્યા હતા. અત્યારે આઈટી વિભાગે આ તમામ રીપોર્ટ તૈયાર કરીને સેન્ટ્રલ સર્કલ વિભાગને મોકલી આપ્યો છે. જ્યાં હિસાબોનુ એસેસમેન્ટ થયા બાદ મિલ્કતો જપ્ત કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

3.5 કરોડનું હેરોઇન પકડાયું