Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

24 કલાકની ભારે વરસાદની આગાહી, જાણો ક્યા કેવો રહ્યો વરસાદ

24 કલાકની ભારે વરસાદની આગાહી, જાણો ક્યા કેવો રહ્યો વરસાદ
, શનિવાર, 30 જુલાઈ 2016 (16:01 IST)
રાજ્યભરમાં વરસાદની પધરામણી થઈ ગઈ છે. લગભગ 32 જિલ્લાના 140 તાલુકાઓમાં મેઘરાજાએ મહેરબાની કરી છે. કચ્છ વિસ્તારમાં 53 મી.મી., ઉતર ગુજરાતમાં- 188 મી.મી., દક્ષિણ ગુજરાતમાં 144 મી.મી વરસાદ નોંદાયો છે. આ રીતે  સમગ્ર રાજ્યમાં 235.58 મી.મી. વરસાદ પડયો  દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ત્યારે વલસાડ જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં પણ આજે વરસાદી માહોલ જામ્યો છે. દમણમાં અત્યાર સુધી મોસમનો કુલ વરસાદ 37 ઇંચ અને દાદરા નગર હવેલીમાં મોસમનો કુલ વરસાદ 41 ઇંચ વર્ષી ચુ કયો છે. સતત બે દિવસથી વર્ષી રહેલ વરસાદે આજે પણ  સવારથી મેઘ મહેર કરી છે. વરસતા વરસાદને લઈને  નોકરી  ધંધા અને શાળાએ જતા બાળકો પરેશાન થયા હતા. તો વરસાદ ડાંગર સહિત અન્ય પાકો માટે ફાયદાકારક હોવાને લીધે ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે.

વલસાડમાં 25મિમી, વાપીમાં 48મિમી વરસાદ 
ઉમરગામમાં 58મિમી, ધરમપુરમાં 17મિમી વરસાદ નોંધાયો 
ખંભાળીયા તાલુકામાં -207 મી.મી.
ભાણવડ તાલુકામાં - 22 મી.મી.
દ્વારકા તાલુકામાં- 25 મી.મી.
નર્મદાઃ સરદાર સરોવર ડેમની જળ સપાટી 119.94 મીટર 
ઓવરફ્લોની સપાટીથી 2 મીટર દુર 
પાણીની આવક 73054 કયુસેક 
પાણીની જાવક 58863 કયુસેક
મોડાસામાં 59મિમી, મેઘરજમાં 86મિમી, બાયડમાં 22 મિમી
જામનગરઃ જિલ્લાભરમાં સરેરાશ 1 ઇંચ જેટલો વરસાદ 
જામનગરમાં 14મિમી, ધ્રોલમાં 42મિમી, જોડિયામાં 13મિમી
કાલાવડમાં 27મિમી, લાલપુરમાં 48મિમી
જામજોધપુરમાં 5મિમી વરસાદ નોંધાયો

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

હાર્દિકે જાહેર કરેલા કાર્યક્રમો અંગે પાસના આગેવાનો બેઠક યોજશે