Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતના 78 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ, હજુ ભારે વરસાદની આગાહી

ગુજરાતના 78 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ,  હજુ ભારે વરસાદની આગાહી
, મંગળવાર, 5 જુલાઈ 2016 (00:17 IST)
ગુજરાતના વિવિધ ભાગોમાં ધોધમાર વરસાદ આજે પણ જારી રહ્યો હતો. ગુજરાતના 78 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ થયો છે. રાજુલા, જાફરાબાદ, અમરેલી ખાંભામાં ભારે વરસાદ પડયો છે. ખાસ કરીને સૌરાષ્‍ટ્રમાં રાત્રી ગાળાથી શરૂ થયેલો ભારે વરસાદ આજે પણ જારી રહ્યો હતો. વહેલી પરોઢથી રાજુલા, જાફરાબાદ, અમરેલી, ગીર સાસણ, ધારી, લાઠી, ઉના સહિતના વિસ્‍તારોમાં નોંધપાત્ર વરસાદ રહ્યો છે. એકબાજુ રાજુલામાં ત્રણ કલાકના ગાળામાં આઠ ઈંચથી વધુ વરસાદ નોંધાઈ ગયો છે. જ્‍યારે જાફરાબાદમાં ચારથી ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદના કારણે અનેક જગ્‍યાઓએ વળક્ષો ધરાશાયી થવાના બનાવો બન્‍યા છે. નીચાણવાળા વિસ્‍તારોમાં પાણી પણ ભરાઈ ગયા હતા. ભારે વરસાદના કારણે જનજીવન ઉપર પણ અસર થઈ છે. બીજી બાજુ રાજ્‍યમાં અવિરત વરસાદના પરિણામ સ્‍વરૂપે રાજ્‍યમાં 78 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ થયો છે. સોનગઢ અને વ્‍યારામાં 7 ઈંચ અને બારડોલીમાં 4 ઈંચ વરસાદ પડયો છે. ગુજરાતના વિવિધ ભાગોમાં ભારે વરસાદની આગાહી હજુ પણ કરવામાં આવેલી છે. ગુજરાતમાં આગામી પાંચ દિવસ દરમ્‍યાન વરસાદની આગાહી યથાવત છે. આજે સૌરાષ્‍ટ્ર અને કચ્‍છના જે ભાગોમાં વરસાદ પડયો હતો તેમાં અમરેલી, ભાવનગર, પોરબંદર, રાજકોટ, વેરાવળ, મહુવાનો સમાવેશ થાય છે. હવામાન વિભાગ તરફથી જણાવવામાં આવ્‍યું છે કે ભારે વરસાદ થઈ શકે છે. દરિયાકાંઠાના રાજુલા અને જાફરાબાદ પંથકમાં સવારથી જ ભારે વરસાદ થયો છે. કલાકોના ગાળામાં જ અનરાધાર વરસાદ પડયો હતો. અનેક જગ્‍યાઓએ વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. જુદા જુદા જળષાોતમાં પાણીની આવક થઈ ગઈ છે.

   ખાંભા તાલુકામાં મેધરાજા મહેરબાન રહ્યા છે. અમરેલી, રાજુલા અને જાફરાબાદમાં હાલના વરસાદના કારણે નદીઓમાં પાણીનું પ્રમાણ વધી રહ્યું છે. રાજ્‍યના ઈમરજન્‍સી ઓપરેશન સેન્‍ટર દ્વારા મળેલા અહેવાલ મુજબ છેલ્લા 24 કલાકમાં અરવલી જિલ્લામાં મોડાસા તાલુકામાં ચાર ઈંચથી વધુ વરસાદ થયો છે. પંચમહાલ જિલ્લામાં શહેરા તાલુકામાં 120 મીમી અને તાપી જિલ્લાના ડોલવણ તાલુકામાં 104 મીમી મળીને કુલ 3તાલુકામાં ચાર ઈંચથી વધુ વરસાદ થયો છે. બે તાલુકાઓમાં સાત ઈંચથી વધુ અને સુરત જિલ્લાના બારડોલી તાલુકામાં પાંચ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં સૌથી વધુ સાત ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. જ્‍યારે વ્‍યારામાં સાત ઈંચની આસપાસ વરસાદ નોંધાયો છે. ગોધરા તાલુકામાં ત્રણ ઈંચથી વધુ વરસાદ થયો છે. રાજ્‍યમાં વિજયનગર, ભીલોડા તાલુકા સહિત 30 તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ થયો છે. જ્‍યારે 18 તાલુકામાં અડધો ઈંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ટીમ મોદીમાં આવતીકાલે વહેંચાશે ઈંક્રીમેંટ લેટર, UP ચૂંટણી માટે તૈયાર થઈ ગયા છે PMના પંચ પરમેશ્વર