Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સલમાનને સ્વાઈન ફ્લુથી બચવાના ઘરગથ્થુ ઉપચાર ગોંડલના મહારાણીએ સૂચવ્યા

સલમાનને સ્વાઈન ફ્લુથી બચવાના ઘરગથ્થુ  ઉપચાર ગોંડલના મહારાણીએ સૂચવ્યા
, સોમવાર, 2 માર્ચ 2015 (17:37 IST)
ગોંડલમાં પ્રેમ રતન ધન પાયો ફિલ્મનુ શૂટીંગ કરતી વખતે સ્વાઈન ફ્લુનો ભોગ બનેલી સોનમ કપૂરની મુંબઈમાં સારવાર ચાલી રહી છે અને બીજી તરફ સમગ્ર ફિલ્મનુ યુનિટ ટેન્શનમાં આવી ગયુ છે.

સ્વાઈન ફ્લુ ચેપી હોવાથી અન્ય કોઈને પણ તેનો ચેપ નથી લાગ્યોને તેની તપાસ કરવા માટે તમામનુ મેડીકલ ચેક અપ કરવામાં આવ્યુ છે.તેની સાથે સાથે આગોતરા ઉપાયો પણ થઈ રહ્યા છે.ખુદ સલમાન પોતે પણ કોઈ જાતનુ જોખમ લઈ રહ્યો નથી.

 એક અંગ્રેજી અખબારના જણાવ્યા પ્રમાણે એવી પણ રસપ્રદ વિગતો બહાર આવી છે કે ગોંડલના મહારાણી કુમુદ કુમારીએ સલમાનખાનને એક ઘરગથ્થુ ઉપચાર બતાવ્યો છે.જેમાં કપૂર અને ઈલાયચીના મીશ્રણને સુંઘવાનુ હોય છે.સલમાન પોતે પણ કપૂર અને ઈલાયચીના ભૂકાને સુંઘવાનો ઉપાય પણ અજમાવી રહ્યો છે.આર્યુવેદીક ડ્રીન્ક તેમજ હોમીયોપેથિક ગોળીઓ પણ યુનિટના સભ્યોને આપવામાં આવી રહી છે.

ફિલ્મમાં સલમાનની બહેન બનતી સ્વરા ભાસ્કર કહે છે કે અમે માત્ર કેમેરા સામે શોટ આપવાનો હોય ત્યારે જ ચહેરા પરથી માસ્ક હટાવીએ છે.બાકીનો આખો સમય માસ્ક પહેરી રાખીએ છે.

Share this Story:

Follow Webdunia gujarati