Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

6 નવેમ્બરે યોજાનારા ઠાકોર સમાજના આંદોલનમાં 15 લાખ લોકો જોડાશે

6 નવેમ્બરે યોજાનારા ઠાકોર સમાજના આંદોલનમાં 15 લાખ લોકો જોડાશે
, શનિવાર, 27 ઑગસ્ટ 2016 (12:50 IST)
આજે ઠાકોર સેનાના અધ્યક્ષ અલ્પેશ ઠાકોર તેની કોર કમિટીની જાહેરાત કરશે. સાથે જ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના જિલ્લા પ્રમુખોની પણ જાહેરાત કરવામાં આવશે. દારૂબંધીનો કાયદો અને તેનું અમલીકરણ નહીં થાય તો ઠાકોર સેના દ્વારા આગામી છઠ્ઠી નવેમ્બરથી ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવશે. તેમનો પ્રયાસ રહેશે કે તમામ જ્ઞાતિના લોકો તેમાં જોડાય. ઉપરાંત આ આંદોલનમાં 15 લાખથી વધુ લોકો જોડાય તે માટે 300થી વધુ સભાઓનું આયોજન કરવામાં આવ્યું છે.  ઠાકોર સેના દ્વારા આગામી સમયમાં સરકારને ભીંસમાં લેવા અને કેટલાક પ્રાણ પ્રશ્નો અંગે મજબૂત લડત આપવાની વ્યૂહરચના ઘડી કાઢવામાં આવી છે. 6, નવેમ્બરે ઠાકોર સેના દ્વારા ઉપવાસ આંદોલનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 15 લાખ લોકો જોડાશે. ઠાકોર સેના દ્વારા આગામી સમયમાં તેમની કામગીરી ક્યા પ્રકારની રહેશે તથા નવા મુખ્યમંત્રી સમક્ષ માંગણીઓ મૂકવા અંગે રણનીતિ ઘડી કાઢવામાં આવી છે. ઠાકોર સમાજ દ્વારા સમગ્ર ગુજરાતમાં યુવા બેરોજગારયાત્રા, પાણીયાત્રા અને શિક્ષણયાત્રા કાઢવામાં આવશે. ઉપરાંત સરકાર સમક્ષ ગુજરાતમાં દારૂબંધીનો કડક કાયદો બને અને તેનું અમલીકરણ થાય તેવી માંગણી મૂકવામાં આવશે.  

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

પાટીદાર આંદોલનમાં મૃત્યુ પામેલા શ્વેતાંગના પરિવારને 4 લાખની સરકારી સહાય