Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

IND vs NZ 2nd TEST : ટીમ ઈંડિયાએ 178 રનથી જીતી કલકત્તા ટેસ્ટ, PAKને પાછળ છોડીને ફરી બની નંબર વન

IND vs NZ 2nd TEST : ટીમ ઈંડિયાએ 178 રનથી જીતી કલકત્તા ટેસ્ટ, PAKને પાછળ છોડીને ફરી બની નંબર વન
કલકત્તા. , સોમવાર, 3 ઑક્ટોબર 2016 (15:36 IST)
કલકત્તા. ટીમ ઈંડિયાએ ચોથા દિવસે જ કલકત્તા ટેસ્ટ 178 રનથી જીતી લીધી. ન્યૂઝીલેંડની બીજી ઈનિંગ 197 રન પર જ સમેટાઈ ગઈ. મોહમ્મદ શમીએ ટ્રેંટ બોલ્ટ(4)ને અંતિમ વિકેટના રૂપમાં આઉટ કર્યો. બીજી ઈનિગમાં શમી, અશ્વિન અને જડેજાએ ત્રણ ત્રણ વિકેટ લીધી. જ્યારે કે ભુવનેશ્વર કુમારને એક વિકેટ મળી. બીજી ઈનિંગમાં ભારતીય ટીમ 263 રન પર ઓલઆઉટ થઈ ગઈ. ન્યૂઝીલેંડને 376 રનનુ લક્ષ્ય મળ્યુ હતુ.  આ રહી ન્યૂઝીલેંડની બીજી ઈનિંગ... 
 
- ઓપનર માર્ટિન ગુપ્ટિલ અને લાથમે ટીમને સારી શરૂઆત આપી અને પ્રથમ વિકેટ માટે 55 રન બનાવ્યા 
- બીજી ઈનિંગમાં કીવી ટીમને પ્રથમ ઝટકો અશ્વિનને ગુપ્ટિલને આઉટ કરી દીધો. ગુપ્ટિલે 24 રન બનાવ્યા. 
- ત્યારબાદ લાથમે બીજી વિકેટ માટે પણ નિકોલ્સની સાથે 49 રનની પાર્ટનરશિપ કરી.  
- નિકોલ્સ બીજી વિકેટના રૂપમાં 24 રનના પર્સનલ સ્કોર પર રવિન્દ્ર જડેજાનો શિકાર બન્યો. 
- કીવી ટીમને બીજો ઝટકો અશ્વિને કપ્તાન ટેલરને 4 રનના વ્યક્તિગત સ્કોર પર આઉટ કર્યો. 

 સ્કોર માટે ક્લિક કરો 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

કેજરીવાલનો વીડિયો સંદેશ - બોલ્યા મોદીને કરુ છુ સલામ !!