Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

નર્મદા ડેમ 121.92 મીટરની મહત્તમ સપાટી વટાવી છલકાતા પ્રવાસિઓનો ધસારો

નર્મદા ડેમ 121.92 મીટરની મહત્તમ સપાટી વટાવી છલકાતા પ્રવાસિઓનો ધસારો
, શુક્રવાર, 31 જુલાઈ 2015 (11:30 IST)
ઉપરવાસમાં છેલ્લા 10 દિવસથી સતત વરસાદ થઈ રહ્યો છે, જેના કારણે ઉપરવાસના કેચમેંટ વિસ્તારોમાં પાણીની આવકથી સરદાર સરોવર નર્મદા ડેમના સરોવરમાં 70677 કયુસેક પાણીની આવક થઈ ગઈ છે. જેના કારણે નર્મદા ડેમની સપાટી ગુરુવારે 6.40 કલાકે 121.92 મીટરની મહત્તમ સપાટી વટાવી છલકાયો હતો, જેથી પ્રવાસીઓની આતુરતાનો અંત આવ્યો હતો. નર્મદા ડેમમાં દરવર્ષે જે સળંગ ઓવર્ફ્લો જોવા મળતો હતો, તે હવે 30 નવા ગાળામાંથી એટલે કે 30 ધોધ જોવા મળશે. ડેમ ઓવર્ફ્લો થયાના સમાચાર મળતા જ પ્રવાસીઓમાં આવવાનું શરુ થયું હતું. જોકે આવનારા દિવસોમાં વધુ વરસાદ જો ઉપરવાસમાં પડશે તો નજારો વધુ સુંદર બનશે અને પ્રવાસીઓની સંખ્યા પણ વધશે.
webdunia

સરદાર સરોવર નર્મદા ડેમના ઉપરવાસમાં વરસાદને પગલે ઉપરવસના ડેમોમાં પાણીની આવક વધી ગઈ છે. અને પાણીની આવક 1.54 લાખથી વધુ આવી અને ધીરે ધીરે પાણીની સપાટીમાં સતત વધારો નોધાતો રહ્યો છે. ગુરુવારે સવારે 6.40 કલાકે સપાટી 121.92 પર પહોચી છે. અને નર્મદા ડેમ છલકાયો હતો. નર્મદા ડેમના સરદાર સરોવરમા ઉપરવાસ માંથી 70,677 ક્યુસેક પાણીની આવક થઇ રહી છે. જેની સામે જાવક 52,708 થાય છે, જેથી 17,969 ક્યુસેક જેટલા પાણીનો સંગ્રહ થાય છે, જેને પગલે પાણીની સપાટીમા અંસિક વધારો થઈ રહ્યો છે. પરંતુ પ્રવાસીઓ બંધ છલકાવાની રાહ જોઇ રહ્યા હતા જેનો અંત આવ્યો છે.
webdunia

નર્મદા ડેમને અત્યાર સુધીમાં 760 મીટર લંબાઈનાં સ્પિલ વેની જેમ નજારો જોવા મળી રહ્યો છે. જે હવે ગેટનુ કામ આગળ વધતા 30 મીટરના 30 પિલર્સ બની ગયા છે. હવે ટોપ લેવલ પર 30 નવા ગાળાનું નિર્માણ થઇ રહ્યું છે. જેથી જ્યારે સપાટી હજુ એક-બે મીટર વધશે ત્યારે 30 અલગ અલગ ધોધ રચાશે, જે નજારો આ વર્ષે પ્રવસીઓને વધુ આકર્ષશે. નર્મદા ડેમને છલકાતો જોવા પ્રાવાસીઓની આતુરતાનો અંત આવતા પ્રવાસીઓ આ નજારો જોવા માટે કેવડિયા ખાતે પ્રવાસિઓનો ધસારો જોવા મળી રહ્યો છે.

Share this Story:

Follow Webdunia gujarati