Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અમદાવાદમાં મેટ્રો પ્રોજેક્ટ ૨૦૧૮ સુધીમાં પૂરો થવાની ધારણા

અમદાવાદમાં મેટ્રો પ્રોજેક્ટ ૨૦૧૮ સુધીમાં પૂરો થવાની ધારણા
, સોમવાર, 20 ઑક્ટોબર 2014 (13:25 IST)
અમદાવાદના કેટલાક સૌથી ગીચ અને ભારે ટ્રાફિકવાળા વિસ્તારોમાં પ્રવાસીઓ માટે સફર આસાન બનાવવાના હેતુસર કેન્દ્રીય કૅબિનેટે અમદાવાદ મેટ્રોના ૩૫.૯૬ કિલોમીટરના પહેલા તબક્કા માટે ૧૦,૭૭૩ કરોડ રૂપિયાની ફાળવણીને મંજૂરી આપી હતી. 

પહેલા તબક્કામાં બે કૉરિડોર છે. ૧૫.૪૨ કિલોમીટરના નૉર્થ સાઉથ કૉરિડોર હેઠળ માર્કેટિંગ યાર્ડથી મોટેરા સ્ટેડિયમ સુધીના વિસ્તારને આવરી લેવામાં આવ્યો છે, જ્યારે ૨૦.૫૪ કિલોમીટરના ઈસ્ટ-વેસ્ટ કૉરિડોરમાં થલતેજ ગામથી વસ્ત્રાલ ગામ સુધીના વિસ્તારને આવરી લેવામાં આવ્યો છે એમ શહેરી વિકાસ મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું હતું.

આ પ્રોજેક્ટ ૨૦૧૮ સુધીમાં પૂરો થઈ જવાની ધારણા છે અને ગાંધીનગર ઍન્ડ અમદાવાદ (મેગા) કંપની માટે એનું કામકાજ મેટ્રો લિન્ક એક્સપ્રેસ હાથ ધરશે. એને કેન્દ્ર તથા ગુજરાત સરકાર વચ્ચેના સમાન હિસ્સાની ભાગીદારીવાળી કંપનીમાં પરિવર્તિત કરવામાં આવશે.

દિલ્હી, બૅન્ગલોર, ચેન્નઈ, કોચી અને જયપુરમાં હાથ ધરવામાં આવેલા મેટ્રો રેલ પ્રોજેક્ટ્સના અનુભવનો લાભ આ પ્રોજેક્ટ માટે લેવામાં આવશે.

મેટ્રોને પગલે પ્રવાસીઓને ભયાનક ટ્રાફિકમાંથી મુક્તિ મળવાની અને ઝડપી, આરામદાયક, સલામત, પ્રદૂષણમુક્ત તથા પોસાય એવી ટ્રાન્સપોર્ટ-સુવિધા મળવાની આશા છે.

Share this Story:

Follow Webdunia gujarati