Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

વડોદરા રેલવે સ્ટેશને ભાગદોડમાં મૃત્યુ પામેલા પ્રત્યે શાહરુખે દુઃખ વ્યક્ત કર્યુ

વડોદરા રેલવે સ્ટેશને ભાગદોડમાં મૃત્યુ પામેલા પ્રત્યે શાહરુખે દુઃખ વ્યક્ત કર્યુ
, મંગળવાર, 24 જાન્યુઆરી 2017 (11:45 IST)
બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનના આગમન સમયે ભીડમાં ગૂંગળાઇ જવાથી સમાજવાદી પાર્ટીના લઘુમતી મોરચાના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ફરિદ સેવાનીનું મોત નિપજ્યુ છે. તેઓ અગાઉ કોંગ્રેસમાંથી વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણી લડ્યા હતા. ત્યારબાદ તેઓ સમાજવાદી પાર્ટીમાં જોડાઇ ગયા હતા. સોમવારે તેઓ પણ શાહરૂખખાનને જોવા માટે વડોદરા રેલવે સ્ટેશન પહોંચી ગયા હતા, પરંતુ ભારે ભીડમાં ગૂંગળાઇ જતાં તેઓએ દમ તોડી દીધો હતો. આ અંગે શાહરુખે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, આ ખૂબ જ દુર્ભાગ્યની વાત છે. સદગતની આત્માની શાંતિ માટે પ્રાર્થના.


અભિનેતા શાહરૂખખાન પોતાની અપકમિંગ 'રઇસ' ફિલ્મના પ્રચાર માટે સોમવારે રાત્રે વડોદરા પહોંચ્યો હતો. આ સમયે શાહરૂખની એક ઝલક મેળવવા માટે તેના ચાહકોએ ભારે ભીડ જમાવી હતી. આ સમયે વડોદરા શહેરના ફતેપુરા વિસ્તારમાં રહેતા 43 વર્ષીય ફરીદ હબીબભાઇ શેરાનીનું ધક્કામુક્કીમાં ગૂંગળાઇ જવાથી મોત થયું હતું. તેઓ તેમની ભત્રીજી પણ શાહરુખની સાથે ટ્રેનમાં હોવાથી પરિવાર સાથે શાહરૂખને નિહાળવા ગયા હોવાનું તેમના પારિવારિક સૂત્રોએ જણાવ્યું હતું.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સપા-કોંગ્રેસ ગઠબંધન - પ્રિયંકા ગાંધી રાયબરેલીથી લડી શકે છે 2019ની લોકસભા ચૂંટણી ?