Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી: અત્યાર સુઘીની અપડેટ

ગુજરાતમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી: અત્યાર સુઘીની અપડેટ
, મંગળવાર, 27 ડિસેમ્બર 2016 (13:59 IST)
અમદાવાદના ધામતવાન ગામે ચૂંટણીનો મામલો ગરમાયો છે. ધામતવાનના સરપંચના પુત્ર નિમેશ ઠાકોરે ઉમેદવારી નોંધાવી છે. તેમના કાર્યાલયને વિરોધી ઉમેદવારના કાર્યકરોએ સળગાવ્યું હોવાનો આક્ષેપ થઇ રહ્યો છે. તંગદિલીભર્યા વાતાવરણથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. રસૂલપુરા ગ્રામપંચાયતના સરપંચ ઉમેદવાર ધુળાભાઈ ખાંટનું બૂથ પર જતાં પહેલાં હૃદયરોગથી નિધન થતાં ચૂંટણી મોકૂફ રખાઈ. મળતી માહિતી પ્રમાણે કૂકરના બદલે ડોલનું નિશાન મુકાતાં ઉમેદવાર દ્ગારા હોબાળો થયો હતો. ઉમેદવાર દ્ગારા ચૂંટણી ચિહન બદલાઈ જવાનો આક્ષેપ. ચૂંટણી અધિકારીનું કહેવું છે કે નિશાન બરાબર છે. મામલતદારે મૌખિક ફરિયાદ થઈ હોવાનું જણાવ્યું છે. બારડોલીના પણદા ગામે મતદાનમથકની ફાળવણી ન કરાતાં ચૂંટણીનો બહિષ્કાર થતાં વહીવટી તંત્ર દોડતું થયું છે. ચૂંટણી બહિષ્કારના પગલે એક પણ મત પડ્યો નથી. વરાદ ગ્રામપંચાયતના પણદા ગામે 450 મતદારો છે, ચૂંટણીનાં ટેબલ મૂકવા મુદ્દે બે પક્ષ વચ્ચે રકઝક થઇ હતી. રકઝકના પગલે ગ્રામપંચાયતની ચૂંટણીનો બહિષ્કાર કરાયો.મળતી માહિતી મુજબ ગ્રામ પંચાયતની ચૂંટણી દરમિયાન પથ્થરમારામાં 2 વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોને સારવારઅર્થે તળાજા ખસેડવામાં આવ્યા છે. ચૂંટણી હારવાના ડરથી પથ્થરમારો કર્યો હોવાનું જણાયું છે. નર્મદાના ડેડિયાપાડાના નાની બેડવાન ગામે સરપંચના ઉમેદવાર મહેશભાઈ વિસાભાઈ વસાવાનું નિધન થતાં ચૂંટણી મોકૂફ રખાઈ છે.મળતી માહિતી પ્રમાણે લીલીયા ગ્રામપંચાયતની ચૂંટણીના ઉમેદવાર ગોબરભાઈ જીજવાડિયાનું ચૂંટણી દરમિયાન જ હાર્ટએટેક આવતાં નિધન થયું છે. આથી લીલિયાના વોર્ડ નં.12ની ચૂંટણી મુલતવી રખાઈ. મતદાનમથક પર એક પક્ષ દ્ગારા હોબાળો કરાયો છે. એજન્ટને આઈકાર્ડ ન આપતાં હોબાળો મચાવ્યો હતો. આ અંગે ચૂંટણી અધિકારીએ ગેરસમજ થઈ હોવાનું જણાવ્યું છે. ગુજરાતની 10,279 ગ્રામ પંચાયતોમાંથી 1467 ગ્રામ પંચાયતો સંપૂર્ણ રીતે સમરસ જાહેર થઈ હોવાનો રાજ્ય સરકારે દાવો કર્યો હતો. રાજ્ય ચૂંટણી પંચના આંકડા કહે છે કે, કુલ 1325 ગ્રામ પંચાયતો સંપૂર્ણ સમરસ કે બિનહરિફ થઈ છે. આમ સરકારે જાહેર થઈ ન હોવા છતાં વધારાની 142 ગ્રામ પંચાયતો સમરસ થઈ હોવાનો દાવો કર્યો હતો. એટલું જ નહિ પરંતુ સમરસનું પ્રમાણ સતત ઘટી રહ્યું છે તે વિશે મંત્રી જયંતી કવાડિયાએ કહ્યું હતું કે, જાગૃતિ આવી છે એટલે ઓછી પંચાયતો સમરસ થઈ છે. 1500 પંચાયતો સમરસ કરવાનું સરકારનું લક્ષ્ય પણ સિદ્ધ થઈ શકયું નથી. વર્ષ 2011-12માં દસ હજારથી વધુ પંચાયતોમાંથી 2150 પંચાયતો સમરસ થઈ હતી. સમરસ પંચાયતોને સરકાર દ્વારા વસતિના ધોરણે સહાય આપવામાં આવતી હોય છે. તબક્કાવાર રીતે જે પંચાયત દર ચૂંટણીએ સમરસ થાય તો 25 ટકા વગેરે ફંડ મળતું હોય છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

પ્રજાને સ્વચ્છ પાણીના સાંસા છે ત્યારે વાઈબ્રન્ટમાં ૧૫ લાખનું મિનરલ વોટર પીવાશે