Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સૌરાષ્ટ્રના ૧૮ ખેડૂતો દ્વારા ગાંધીનગરના નગરજનો માટે ઓર્ગેાનિક કેસર કેરીનું વેચાણ

સૌરાષ્ટ્રના ૧૮ ખેડૂતો દ્વારા ગાંધીનગરના નગરજનો માટે ઓર્ગેાનિક કેસર કેરીનું વેચાણ
ગાંધીનગર : , શનિવાર, 21 મે 2016 (14:10 IST)
ગાંધીનગરના કૃષિ ભવન ખાતે સૌરાષ્ટ્રના ૧૮થી વઘુ ખેડૂતો દ્વારા ઉભા કરાયેલ વિવિઘ સ્ટોલમાં ઓર્ગોનિક ગીર કેસર મેગોની ખરીદીની સુવિઘા ગાંધીનગરના નગરજનોને પ્રાપ્ત થઇ છે. ખેડૂતો દ્વારા સીઘું જ નાગરિકોને કેરીના વેચાણથી વ્યાજબી ભાવે અસલ કેરીની પ્રેસ્ટીસાઇડ અને ફર્ટીલાઈઝર વગરની ૧૦૦ ટકા આરોગ્યપ્રદ અસલ કેસર કેરી મળી રહી છે.

      ગીર – તલાલાના આંકોલવાડી ગામના ખેડૂત શ્રી પ્રવિણ સાવલિયાએ જણાવ્યું હતું કે, રાજય સરકારના કૃષિ વિભાગ દ્વારા અમને કૃષિ ભવન ખાતે કેરી વેચાણ માટે સુવિઘા મળવાથી હું વર્ષ – ૨૦૧૧ થી કૃષિ ભવન ખાતે કેરી વેચાણ માટે આવું છું. રોજનું ૧૫ થી ૨૦ હજાર રૂપિયાની કેરીનું વેચાણ કરું છું. મારે ૩૦ વીધા જમીનમાં ૪૧૦ જેટલા કેસર કેરીના આંબાઓની વાડી છે. ૫૦૦ મણ જેટલું કેરીનું ઉત્પાદન મેળવી વાર્ષિક રૂ. ૩ લાખ જેટલી આવક કેરીના વેચાણથી મેળવું છું.
webdunia

      કૃષિ ભવન ખાતે ખેડૂતોને કેરી વેચાણ કેન્દ્રની સુવિધા પ્રાપ્ત થવાથી ખેડૂતો અને ગ્રાહકોને વ્યાજબી ભાવે અસર કેસર કેરીની સુવિઘા પ્રાપ્ત થઇ છે. કૃષિ ભવન ખાતે ગાંધીનગરના નગરજનો માટે આગામી તા. ૧૫ જૂન સુઘી ઓર્ગોનિક કેરીનું વેચાણ ચાલું રહેશે. કૃષિ ભવન ખાતે ઉભા કરાયેલા કેરી વેચાણના સ્ટોલની મુલાકાત દરમ્યાન અન્ય ખેડુતોએ કૃષિ ભવન દ્વારા આયોજન કરવામાં આવેલી સુવિઘાઓથી સંતોષ વ્યક્ત કર્યો હતો. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

આબુમાં જીપ ખીણમાં પડી