Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

જસદણમાં ભૂકંપથી ગોડાઉનમાં વિસ્ફોટ, 1વ્યક્તિનું મોત

જસદણમાં ભૂકંપથી ગોડાઉનમાં વિસ્ફોટ, 1વ્યક્તિનું મોત
, ગુરુવાર, 13 ઑક્ટોબર 2016 (14:45 IST)
સૌરાષ્ટ્રમાં ગઇકાલે રાત્રે ભૂકંપનો આચકો અનુભવાયો હતો. ત્યારે જસદણના ખાંડા હડમતિયા ગામ પાસે આવેલા ટોટા(ડિટોનેટર)ના ગોડાઉનમાં વિસ્ફોટ થતા 30 કિલોમીટર સુધી અવાજ સંભળાયો હતો. તેમજ ધરા ધ્રુજતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો. ભૂકંપના આંચકાથી ગોડાઉનમાં ટોટા એકબીજા સાથે સ્પાર્ક થતા વિસ્ફોટ થયો હતો. આ ઘટનામાં ગોડાઉનના ચોકીદારનું મોત થયું હતું. તેમજ પ્રચંડ વિસ્ફોટને કારણે ગોડાઉન અંદરથી અડધા કિલોમીટર સુધી પથ્થરો બહાર ઉડ્યા હતા.

જસદણથી 10 કિલોમીટર દૂર ખાંડા હડમતીયા ગામ પાસે ડિટોનેટર એક્સલ્પોઝીવ ગોડાઉન આવેલું છે. ગઇકાલે રાત્રે 1.10 વાગે ભૂકંપનો આંચકો આવતા ગોડાઉનમાં 1.12 વાગે ડિટોનેટર એકબીજા સાથે અથડાતા પ્રચંડ વિસ્ફોટ થયો હતો. જેનો અવાજ 30 કિલોમીટર સુધી સંભળાતા લોકોમાં ગભરાટ વ્યાપી ગયો હતો. વિસ્ફોટને કારણે ધરા ધ્રુજી હોવાનું લોકોને લાગ્યું હતું. વિસ્ફોટથી ગોડાઉન સંપૂર્ણ જમીનદોસ્ત બની ગયું છે. વિસ્ફોટથી 7થી 8 કરોડનું નુકસાન થયાનું જાણવા મળી રહ્યું છે. આથી જસદણ પોલીસ, ફાયરબ્રિગેડ અને મામલતદારની ટીમ રાતોરાત દોડી ગઇ હતી. ગોડાઉનમાં ચોકીદાર તરીકે ફરજ બજાવતા 70 વર્ષીય પ્રાગજીભાઇ વેલાભાઇ ચૌહાણ ગોડાઉનથી 500 મીટરના અંતરે સૂતા હતા. વિસ્ફોટને કારણે તેને ઇજા પહોંચતા ઘટનાસ્થળે જ તેનું મોત નિપજ્યું હતું. હાલ તો ઘટનાસ્થળે કોઇ પણ વ્યક્તિને જવા દેવામાં આવતી નથી. ગોડાઉન ફરતે અડધો કિલોમીટર સુધી પોલીસ ગોઠવી દેવામાં આવી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અમદાવાદમાં લાગેલા પોસ્ટર્સમાં કેજરીવાલની આસારામ સાથે સરખામણી કરાઈ