Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

જામનગરમાં બે મહિલા કોર્પોરેટરોએ આત્મવિલોપનનો પ્રયાસ કર્યો

જામનગરમાં બે મહિલા કોર્પોરેટરોએ આત્મવિલોપનનો પ્રયાસ કર્યો
, મંગળવાર, 20 સપ્ટેમ્બર 2016 (12:13 IST)
જામનગર મહાપાલિકામાં સામાન્ય સભામાં મેયર દ્વારા વિપક્ષના પ્રશ્નો સાંભળ્યા વગર બોર્ડ રદ કરી દેવાતા  રોષે ભરાયેલા કોંગ્રેસી મહિલા કોર્પોરેટર જૈનમબેન ખફી તેમજ રચનાબેન નંદાણીયા દ્વારા કેરોસીન છાંટી આત્મવિલોપનનો પ્રયાસ કરવામાં આવ્યો હતો તેઓએ પહેલા મેયર અમારા પ્રશ્ન સાંભળે પછી જ અમે અહીથી જઇશું. તેવી માંગણી કરી હતી. જામનગર મહાનગરપાલિકાની જનરલ બોર્ડ સોમવારે યોજવામાં આવી હતી. જેમાં આ મહિને કોઇ એજન્ડા નહીં હોવાથી પ્રશ્નોત્તરી રાખવામાં આવી હતી. વિપક્ષે પ્રશ્નોત્તરી શરૂ કરતાં મેયરે પ્રતિભાબેન કનખરા દ્વારા સભા રદ કરવામાં આવી હતી અને બાદમાં ધમાલ થઇ હતી. વિપક્ષ દ્વારા જનરલ બોર્ડમાં મેયરને તથા સત્તાધીશોને પ્રશ્નો પૂછવામાં આવ્યાં હતાં. આથી વિપક્ષના કોર્પોરેટરો દ્વારા સૂત્રોચ્ચાર કર્યાં બાદ ધરણાં કરવામાં આવ્યાં હતાં.આ અગાઉ કોંગ્રેસના મહિલા કોર્પોરેટર રચનાબેન નંદાણીયા દ્વારા એલ.ઈ.ડી. લાઈટ લગાડાતાં છૂટા કરાયેલા ૨૮ રોજમદારોને ફરી કાયમી કરવા રજૂઆત કરવામાં આવી હતી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સરકાર સામે ઉભો થયો પડકાર, દલિતોની નિર્વસ્ત્ર રેલીની ચમકી, પાટીદારો ચૂંટણીમાં જોઈ લેશે