Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પાકિસ્તાન ના સુધરે તો ચાર ટુકડા કરવા જોઈએઃ સુબ્રમણ્યન સ્વામી

પાકિસ્તાન ના સુધરે તો ચાર ટુકડા કરવા જોઈએઃ સુબ્રમણ્યન સ્વામી
, મંગળવાર, 18 ઑક્ટોબર 2016 (16:53 IST)
નિરમા યુનિ.માં બે દિવસ માટે યોજાયેલા પ્રવેગ ર૦૧૬ના કાર્યક્રમમાં ભાગ લેવા ભાજપના વ‌િરષ્ઠ નેતા સુબ્રમણ્યન સ્વામી આજે વહેલી સવારે અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા. સુબ્રમણ્યમ સ્વામીએ એરપોર્ટ ઉપર પત્રકારો સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે આરએસએસ જોખમ લેવાની ટ્રેનિંગ આપે છે. જે પ્રમાણે જોખમ લઇ સ‌િર્જકલ સ્ટ્રાઇક ઓપરેટ કરાઇ તે બાબતે વડા પ્રધાન મોદીને અભિનંદન પાઠવ્યાં હતાં. વધુમાં   સ્વામીએ જણાવ્યું હતું કે પાકિસ્તાન ન સુધરે તો તેના ચાર ટુકડા કરી દેવા જોઇએ. જ્યાં સુધી પાકિસ્તાનની જનતા મિલિટરી પર કાબૂ નહીં મેળવે ત્યાં સુધી પાકિસ્તાન સુધરશે નહીં. નવાઝ શરીફ સાથે વાતચીત કરવાનો કોઇ મતલબ નથી. નવાઝ શરીફ કંઇ કરી શકે તેમ નથી. પાકિસ્તાનમાં અફીણ વેચનારા લોકો અને આતંકવાદી પ્રવૃત્તિ કરનાર લોકો જ દેશ ચલાવે છે. ચીનના પાકિસ્તાન પ્રેમને લઇ તેઓએ જણાવ્યું હતું કે ચીન સાથે વાતચીત કરી મુદ્દાનું નિવારણ કરવું જોઇએ. ચીન આપણી સાથેની સ્પર્ધા અનુભવે છે, પણ આ મુદ્દો વાતચીત કરીને પણ નિવારી શકાય તેમ છે. ચાઇના પ્રોડક્ટ પર પ્રતિબંધ કયા મુદ્દે કરવો જોઇએ એ જરૂરી છે. ચીન પાકિસ્તાનને સાથ આપે છે એટલે આ બાબતનો નિર્ણય વ્યાપારી સંગઠન નહીં પણ સરકાર કરશે

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

કચ્છમાંથી પકડાયેલા કેટલાક માછીમારો આઈએસઆઈના સંપર્કમાં