Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતમાં દરિયાકાંઠેથી આતંકવાદીઓની ઘુસપેઠની શંકાથી હાઈ એલર્ટ

ગુજરાતમાં દરિયાકાંઠેથી આતંકવાદીઓની ઘુસપેઠની શંકાથી હાઈ એલર્ટ
અમદાવાદ. , ગુરુવાર, 6 ઑક્ટોબર 2016 (14:05 IST)
પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આતંકી કૈપો પર ભારતીય સેનાના હુમલા પછી ગુજરાતમાં વધેલી તટીય સતર્કતા વચ્ચે દરિયાકાંઠેથી કેટલાક આતંકવાદીઓ ઘૂસ્યા હોવાની આશંકાને ધ્યાનમાં રાખતા હિંદ મહાસાગરના કિનારા પર આવેલ બે મુખ્ય ધાર્મિક સ્થળ દ્વારકા અને સોમનાથની સુરક્ષા વધારી દેવામાં આવી છે. દ્વારકાના જગત મંદિરને આતંકીઓ ટાર્ગેટ બનાવી રહ્યા હોવાની અને આતંકીઓ છૂપાયા હોવાની માહિતી ગુપ્તચર એજન્સી દ્વારા આપવામાં આવી છે. દ્વારકામાં દરિયાઇ માર્ગે 10 થી 15 આતંકી ઘૂસ્યાની આશંકાએ એલર્ટ જાહેર કરાયું છે.
 
અરબી સમુદ્રમાંથી આતંકીઓ ઘૂસવાની ફિરાકમાં હોવાની આઈબીએ જાહેર કરેલા એલર્ટના પગલે દ્વારકા જિલ્લામાં સુરક્ષા વધારી દેવાઈ છે, આતંકીઓ દ્વારા દ્વારકાધીશ મંદિરને ટાર્ગેટ કરવાની સંભાવનાને જોઈ મંદિરની સુરક્ષા ચૂસ્ત કરવામાં આવી છે, દેવભૂમિ દ્વારાકા જીલ્લા પ્રશાસન દ્વાર એક આદેશ રજુ કરી આસપાસના 22 નિર્જન ટાપુઓ પર લોકોના જવા પર રોક લગાવી દીધી છે. આવા ટાપુઓનો ઉપયોગ પહેલા આતંકી તત્વ કરી ચુક્યા છે. દ્વારકાની આસપાસ કુલ 24 એવા ટાપૂ છે જેમાથી 22 નિર્જન છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

મૈરીકૉમે બાળકોને લખ્યો પત્ર - કહ્યુ તમારી મા સાથે પણ થઈ હતી છેડછાડ