Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

વલસાડ જીલ્લામાં આભ ફાટયુ, ધરમપુરમાં 14 ઈંચ, વાપીમાં 13 ઈંચ

વલસાડ જીલ્લામાં આભ ફાટયુ, ધરમપુરમાં 14 ઈંચ, વાપીમાં 13 ઈંચ
, મંગળવાર, 2 ઑગસ્ટ 2016 (23:26 IST)
વલસાડ જીલ્લાના ધરમપુર તાલુકામાં 14 ઈંચ અને પારડી તથા વાપી તાલુકાઓમાં અનરાધાર 13 ઈંચ વરસાદ તુટી પડયા સર્વત્ર જળબંબાકાર સ્થિતિ સર્જાયેલ છે.  ફલડ કંટ્રોલ પાસેથી મળતી માહિતી અનુસાર છેલ્લા ૨૪ કલાકમાં વલસાડ જીલ્લાના તાલુકાઓમાં નોંધાયેલા વરસાદમાં ધરમપુર 348 મી.મી., કપરાડા ૨૫૨ મી.મી., પારડી 315 મી.મી., ઉમરગામ 161 મી.મી., વલસાડ 81 મી.મી. અને વાપી 314 મી.મી. ભારે વરસાદ નોંધાયેલ છે.  આ ભારે વરસાદને પગલે વાપીના અનેક વિસ્તારોમાં 5 થી 7 ફુટ જેટલા પાણી ફરી વળ્યા છે. કેટલી સોસાયટીઓમાં, ઘરોમા પાણી ઘુસી જતા ભારે હાલાકી ઉભી થવા પામી છે.

         કેટલાય શોપીંગ સેન્ટરોમાં પણ પાણી ફરી વળતા અનેક દુકાનોમાં પાણી ઘુસી જતા ભારે નુકશાની થવા પામી હતી. સ્થિતિને થાળે પાડવા વહીવટી તંત્ર અનેક પ્રયત્ન કરી રહ્યુ છે, પરંતુ વામણુ જણાઈ રહ્યુ છે.  વહીવટી તંત્રએ સ્થિતિને જોઈ શાળાઓ અને કોલેજોમાં રજા જાહેર કરી દેવાઈ છે. સુરત જીલ્લાના તાલુકાઓમાં મહુવા 51મી. મી. માંગરોળ 55 મી. મી., તો નવસારી જીલ્લાના તાલુકાઓમાં ચીખલી 109 મી. મી. ગણદેવી 117 મી. મી. જલાલપોર 34 મી. મી. ખેરગામ 161 મી. મી. નવસારી 54 મી. મી. અને વાંસદા 103 મી. મી. વરસાદ નોંધાયેલ છે.

         દક્ષિણ ગુજરાતને બાદ કરતા પૂર્વ અને મધ્ય ગુજરાત પંથકમાં ઝરમરથી 4 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે. જયારે ઉ.ગુજરતમાં મેઘરાજા મોટાભાગે વિરામ પર જણાવ્યા છે.  ફલડ કંટ્રોલ પાસેથી મળતી માહિતી અનુસાર છેલ્લા ર૪ કલાકમાં રાજયના વિવિધ વિસ્તારમાં નોંધાયેલા વરસાદના આંકડાને વિસ્તાર અનુસાર જોઇએ તો દ.ગુજરાત પંથકમાં ભરૂચ જિલ્લાના તાલુકાઓમાં હોસ્વેટ 28 મીમી તો નર્મદા જીલ્લાના તાલુકાઓમાં ડેડીયાપાડા 20 મીમી, ગરૂડેશ્વર 36 મીમી, સાગબારા 45 મીમી અને તિલકવાડા 11 મીમી વરસાદ નોંધાયેલ છે. તાપી જીલ્લાના તાલુકાઓમાં નિઝર 33 મીમી, સોનગઢ 13 મીમી, વાલોળ 30 મીમી, વ્યારા 18 મીમી, ડોલવણ 140 મીમી અને કુકરમુંડા 71 મીમી, વરસાદ નોંધાયેલ છે.

         મહીસાગર જીલ્લાના તાલકુઓમાં બાલાસિનોર 15 મી.મી. લુણાવાડા 36-36 મી.મી. સંતરામપુર 42 મી.મી. અને વીરપુર 22 મી.મી. વરસાદ નોંધાયેલ છે.

         દાહોદજીલ્લાના તાલકુાઓમાં દાહોદ 20 મી.મી. દેવગઢ બારીયા 35 મી.મી. ધનપુર 80 મિ.મી. ફતેપુરા 30 મી.મી. ગરબડા 28 મી.મી. જાલદ 16 મી.મી. લીમખેડા ૬૩ મી.મી. અને સાંજેલી ૪પ મી.મી. વરસાદનોંધાયેલ છે.

         ઉ. ગુજરાત વિસ્તારમાં સાબરકાંઠા જીલ્લાના તાલકુાઓમાં વિજયનગર 40 મી.મી. તો અરાવલ્લી જીલ્લાના તાલુકઓમાં બાયડ 17 મી.મી. ભીલોડા 23 મી.મી. ધનસુરા ૪૦ મી.મી. માલપુર રપ મી.મી. મેઘરજ ૪૬ મી.મી. અને મોડાસા ૩૩ મી.મી. વરસાદ નોંધાયેલ છે.

        

        

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

નિતિન પટેલ અને વિજય રૂપાણીમાં કોણ યોગ્ય ઉમેદવાર ? જાણો નિતિન અને રૂપાણીના પ્લસ-માઈનસ