Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

વરસાદે સમગ્ર રાજ્યને ઘમરોળ્યું, સાર્વત્રિક વરસાદથી ધરતીપુત્રોમાં આનંદ

વરસાદે સમગ્ર રાજ્યને ઘમરોળ્યું, સાર્વત્રિક વરસાદથી ધરતીપુત્રોમાં આનંદ
, સોમવાર, 19 સપ્ટેમ્બર 2016 (12:14 IST)
દક્ષિણ-પૂર્વીય મધ્યપ્રદેશ, ગુજરાતની સાથે ઉત્તર મહારાષ્ટ્રમાં અપરએર સાઈક્લોનિક સરક્યુલેશન સર્જાયું છે. જેની અસરોને કારણે આગામી 24 કલાક દરમિયાન રાજ્યનાં વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. પાંચ દિવસ સુધી અમદાવાદમાં હળવો વરસાદ પડવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. અમદાવાદ શહેરમાં રવિવારે ભારે બફારા અને વાદળછાયા વાતાવરણ વચ્ચે ઢળતી સાંજે વંટોળ ફંકાયો હતો. અડધો કલાકના ભારે વંટોળ બાદ અચાનક લાંબા દિવસો બાદ ધોધમાર એક થી દોઢ ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. 
webdunia

 જેમાં સૌથી વધુ દક્ષિણ ઝોનમાં દોઢ અને નવા પશ્ચિમ ઝોનમાં અડધો ઈંચ વરસાદ પડયો હતો. ભારે વંટોળ અને ધોધમાર વરસાદના કારણે શહેરના 20 થી વધુ નીચાણવાળા સ્થળોએ પાણી ભરાયા હતા અને છ સ્થળોએ વંટોળ દરમિયાન વૃક્ષો ધરાશયી થયાના અહેવાલ મળ્યા હતા. નીચાણવાળા વિસ્તારોમાં પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. ખાસ કરીને ખોખરા, મણિનગર, હાટકેશ્વરમાં સૌથી વધુ પાણી ભરાયા હતા. હાટકેશ્વર સર્કલ બેટમાં ફેરવાયુ હતુ. અહીં આવેલા ખોડિયાર મંદિરમાં પણ પાણી ભરાઈ ગયા હતા.
  અમરેલી જિલ્લામાં 2 થી 7 ઈંચ, સોરઠમાં 1થી 5 ઈંચ તો રાજુલામાં 5 ઈંચ અને  અન્ય વિસ્તારોમાં અડધાથી 2 ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. અમરેલીના રાજુલા તાલુકાના ધાતરવડી ડેમના બે દરવાજા એક-એક ફૂટ ખોલાતા દારતડી ગામની નદી બે કાંઠે પહેતી થઈ હતી.  પરંતુ નદી બં કાંઠે વહેતા ત્રણ ભેંસો પાણીમાં તણાઈ હતી. 
 ગીર-સોમનાથનાં કોડીનાર 5, ઉના 4, વેરાવળ3.5, તાલાલા 3, સુત્રાપાડા 4, જૂનાગઢનાં ભેંસાણ, જૂનાગઢ, બાંટવામાં 3, માળિયામાં 3.5, મેંદરડા- માણાવદર 2.5 ઈંચ વરસાદ પડ્યો હતો. પોરબંદરના કુતિયાણામાં 1, અમરેલી 6, રાજુલા-જાફરાબાદ5, લીલીયા 4, વડીયા- લાઠી-બગસરા 4.5, સાવરકુંડલા 3, ખાંભા-ધારી 2.5ઇંચ વરસાદ પડ્યો હતો. ભાવનગર અને ઘોઘા 3.5, સિહોર 3, ઉમરાળા 2.5, મહુવા, વલ્લભીપુરમાં 2 ઈંચ વરસાદ પડ્યો હતો. સાબરકાંઠા જિલ્લામાં મેઘરાજાએ ત્રણ સપ્તાહના વિરામ બાદ રવિવારે સાંજે ધમાકેદાર એન્ટ્રી કરતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. તેમજ સમયસર પડેલા વરસાદને કારણે મૂરઝાતી મોલાતને જીવતદાન મળ્યું છે.
જેથી ખેડૂત વર્ગમાં આનંદની લાગણી પ્રસરી છે. જિલ્લામાં છેલ્લા ચારેક દિવસથી અસહ્ય ઉકળાટ અને બફારાથી રવિવારે સવારે પૂર્વોત્તર દિશામાંથી વાવઝોડા સાથે ધમાકેદાર એન્ટ્રી થતા સૌ કોઇએ રાહતનો દમ લીધો હતો.  મહેસાણામાં રવિવારે દિવસભર અસહ્ય ઉકળાટ બાદ રાત્રે  ધીમીધારે વરસાદ શરૂ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. લાંબા સમયથી વરસાદે વિરામ લીધા બાદ છેલ્લા કેટલાક દિવસોથી ગરમીનો કહેર પણ વધ્યો હતો.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ભારતીય સેના પોતાના 17 શહીદ જવાનોનો પાકિસ્તાન સાથે આ રીતે બદલો લેવા માંગે છે